Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ માનવામાં આવતું નથી અને ચિત્તની એકાગ્ર કે નિરુદ્ધ અવસ્થામાં શુદ્ધ સાત્વિક વૃત્તિઓ હોવા છતાં ત્યાં યોગનું અસ્તિત્વ માની શકાય છે. અપ્રશસ્ત મન-વચન-કાયાના યોગના નિરોધને સમજનારા અહીં ચિત્તની વૃત્તિઓના નિરોધને પણ સારી રીતે સમજી શકશે. ૧૧-૬ વૃત્તિઓનો નિરોધ કઈ રીતે થાય છે તે જણાવાય છે स चाभ्यासाच्च वैराग्यात्तत्राभ्यास: स्थितौ श्रमः । दृढभूमिः स च चिरं, नैरन्तर्यादराश्रितः ॥११-७॥ “પ્રમાણાદિ વૃત્તિઓનો નિરોધ અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે. વૃત્તિરહિત ચિત્તના સ્વરૂપની સ્થિતિના વિષયમાં જે શ્રમ કરાય છે તેને અભ્યાસ કહેવાય છે. લાંબા કાળ સુધી સતત અને આદરપૂર્વક તે કરાય તો તે સ્થિર બને છે.”-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે ચિત્તની પ્રમાણાદિ વૃત્તિઓનો નિરોધ અભ્યાસથી અને વૈરાગ્યથી થાય છે. આમ તો અભ્યાસ અને વૈરાગ્ય ખૂબ જ પ્રતીત છે. સાખ્યાદિની પરિભાષાથી એ સમજી લેવાનું આવશ્યક છે. ‘અભ્યાસવૈરાયાખ્યાં તથિઃ iાર-શરા આ યોગસૂત્રથી જણાવ્યું છે કે અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે. સામાન્ય રીતે ચિત્તની

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66