________________
આત્માના સ્વભાવમાં કોઈ પણ જાતિની વિચલિતતા નહીં આવે. તેથી આત્માનો તેવો નિર્લેપ સ્વભાવ માન્યા વિના પ્રકૃતિ અને તેના વિકાર(બુદ્ધિ વગેરે)ના ઔપાધિક સંબંધના કારણે તેનો(આત્માનો) અનાદિકાળથી સંસાર છે. અર્થા અનાદિકાલીન એ ઔપાધિક સંબંધ સંસારદશામાં હોય છે એમ માનવાથી આત્માનો સંસાર સપુત છે. તેથી સંસારાભાવનો પ્રસવું નહીં આવે. આવું યદ્યપિ કહી શકાય છે, પરંતુ તેથી આત્માનો ક્યારે પણ મોક્ષ ન થવાનો પ્રસષ્ઠ આવશે. કારણ કે મોક્ષદશામાં પૂર્વસ્વભાવનો ત્યાગ થવાથી આત્માની કૂટસ્થતાની હાનિ થશે અને તે હાનિના નિવારણ માટે સંસારદશાના સ્વભાવનો ત્યાગ માનવામાં ન આવે તો મોક્ષના અભાવનો પ્રસ આવશે. તેથી સ્પષ્ટ છે કે આત્માને અપરિણામી માનવાના કારણે સંસાર અને મોક્ષ સત નથી... ઈત્યાદિ વિચારવું. ૧૧-૧૧
સાખ્યદર્શનમાં બીજું પણ જે અસહુત છે-તે જણાવાય છેप्रकृतेरपि चैकत्वे, मुक्तिः सर्वस्य नैव वा । जडायाश्च पुमर्थस्य, कर्तव्यत्वमयुक्तिमत् ॥११-१२॥
“તેમ જ પ્રકૃતિને એક માનવાથી બધાની મુક્તિ થઈ જશે અથવા કોઈની પણ મુક્તિ નહીં થાય. બીજું જડ એવી પ્રકૃતિનું પુરુષના ભોગ માટેનું કર્તવ્યત્વ યુક્તિસત