Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ જ્ઞાનથી એ પૂર્વજ્ઞાનનો બાધ થાય છે તે અતદ્રુપ પ્રતિષ્ઠજ્ઞાન ભ્રમ-વિપર્યય છે. આ સ્થાપ્યું છે કે પુરુષ છે ઈત્યાદિ સંશયાત્મક જ્ઞાન પણ અતદ્રુપપ્રતિષ્ઠ હોવાથી તેનો સમાવેશ વિપર્યયમાં જ કરાય છે. સંશયાત્મક જ્ઞાન વિપર્યયજ્ઞાનવિશેષ સ્વરૂપ છે. પુંસવૈતન્ય... ઈત્યાદિ શ્લોકાર્ધથી વિકલ્પસ્વરૂપ વૃત્તિનું વર્ણન કરાય છે. આશય એ છે કે પુરુષનું ચૈતન્ય છે... ઈત્યાદિ વાક્યોથી ઉત્પન્ન થનાર શાબ્દબોધ અવસ્તુવિષયક છે. એ અવસ્તુવિષયક શાબ્દબોધને વિકલ્પ કહેવાય છે. દેવદત્તની કામળી” ઈત્યાદિ વાક્યોમાં દેવદત્ત અને કામળી : એ બંન્ને ભિન્ન છે એ પ્રમાણે ષષ્ઠી વિભક્તિના કારણે શાબ્દબોધમાં જેમ ભેદનું ગ્રહણ(જ્ઞાન) થાય છે; તેમ પુરુષનું ચૈતન્ય... ઈત્યાદિ વાક્યથી પણ પુરુષ અને ચૈતન્ય : એ બેમાં પણ ભેદ અધ્યવસિત થાય છે, જે ખરેખર તો વિદ્યમાન જ નથી. પુરુષ ચૈતન્યસ્વરૂપ જ છે. તેનાથી તે ભિન્ન નથી. અવિદ્યમાન એવા ભેદનો આરોપ કરીને પુંસવૈતન્યમ્ ઈત્યાદિ અવસ્તુવિષયક અધ્યવસાય પ્રવર્તે છે. વસ્તુતઃ ચૈતન્ય જ પુરુષ છે. આ વાતને, ‘शब्दज्ञानानुपाती वस्तुशून्यो (असदर्थविषयो) विकल्प:' તેર-શા આ યોગસૂત્રથી જણાવી છે. શબ્દને સાંભળ્યા પછી વસ્તુથી શૂન્ય જે જ્ઞાનસ્વરૂપ ચિત્તની વૃત્તિ છે, તેને વિકલ્પ કહેવાય છે. | વિકલ્પ, વસ્તુશુન્ય બોધસ્વરૂપ હોવાથી ભ્રમવિશેષ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66