Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ જણાવ્યા મુજબ પાંચ જ નથી; પરંતુ લજ્જા, તૃષ્ણા આદિ અસખ્ય વૃત્તિઓ છે. ચિત્તના તે તે પરિણામો અસખ્ય છે. તેથી તે સ્વરૂપ વૃત્તિઓ પણ અસખ્ય છે. પ્રકૃત સ્થળે નિરોધ કરવા યોગ્ય વૃત્તિઓનું વર્ણન કરવાનો અભિપ્રાય હોવાથી માન, ભ્રમ... વગેરે સ્વરૂપ પાંચ જ વૃત્તિઓનું નિરૂપણ કર્યું છે. એ વૃત્તિઓના નિરોધથી સર્વ વૃત્તિઓનો નિરોધ થઈ જાય છે. એ પાંચ વૃત્તિઓના દરેકના બે બે પ્રકાર છે. ક્લિષ્ટ અને અક્લિષ્ટ. જે વૃત્તિ; ધર્મ-અધર્મવાસનાના સમુદાયને ઉત્પન્ન કરીને અવિદ્યાદિ ક્લેશને ઉત્પન્ન કરે છે, તેને ક્લિષ્ટવૃત્તિ કહેવાય છે અને જે વૃત્તિઓ પ્રકૃતિપુરુષના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરે છે; તે વૃત્તિઓ અક્લિષ્ટ છે. તે ગુણાધિકારની વિરોધિની છે. ધર્મ અને અધર્માદિને ઉત્પન્ન કરવા દ્વારા આગામી જન્મનો આરંભ કરવો તે ગુણાધિકાર છે. વિવેકખ્યાતિના ઉદય(પ્રાદુર્ભાવ)થી એ ગુણાધિકારનો અંત આવે છે. તેથી વિવેકખ્યાતિપ્રયોજક સાત્ત્વિક વૃત્તિઓ ગુણાધિકારની વિરોધિની છે. પાંચ વૃત્તિઓનો નામમાત્રથી નિર્દેશ શ્લોકના ઉત્તરાર્ધ્વથી કર્યો છે. ‘પ્રમાળવિપર્યયવિપનિદ્રામૃતય:' II-FI। આ યોગસૂત્રમાં એવો નિર્દેશ કરાયો છે. ૧૧-૩ છે પાંચ પ્રકારની વૃત્તિઓનાં અનુક્રમે લક્ષણો કહેવાય

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66