________________
પુરુષમાં ઔપાધિક છે. પુરુષ તો ચેતનસ્વરૂપ જ છે. જ્ઞાનાદિ ધર્મો બુદ્ધિના જ છે, પુરુષના નહિ. પુરુષ અને ચિત્તના અવિવેકના કારણે વૃત્તિઓનું સારૂપ્ય દ્રષ્ટા-પુરુષમાં પ્રતીત થાય છે.
*
1199-211
ચિત્તનું વર્ણન કરીને હવે તેની વૃત્તિઓનું વર્ણન કરાય છે
तच्चित्तं वृत्तयस्तस्य पञ्चतय्यः प्रकीर्त्तिताः । માનું શ્રમો વિન્પશ્વ, નિદ્રા 7 સ્મૃતિવ = ?-શા
‘“જે અવિકારી હોતે છતે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે અને જેની વ્યુત્થાનદશામાં(અસમાધિદશામાં) પુરુષ ચલાયમાન(અસ્થિર) પ્રતીત થાય છે, તે ચિત્ત છે. વૃત્તિઓના સમુદાય સ્વરૂપ તે ચિત્ત સ્વરૂપ અવયવીના અવયવભૂત વૃત્તિઓ પાંચ છે, જેના અનુક્રમે માન, ભ્રમ, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ-આ નામ છે.’’-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ‘વૃત્તય: પદ્મતથ્ય: ટ્ટિાવિષ્ટાઃ' '?-। આ સૂત્રમાં જણાવ્યા મુજબ વૃત્તિઓ પાંચ છે અને તેના દરેકના ક્લિષ્ટ અને અક્લિષ્ટ એવા બે બે ભેદો છે.
તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે ચિત્તની વૃત્તિઓ ઉપર
૫