________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: જીવ અને કર્મને સંબંધ બેસતુ” છે પણ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિથી જોતાં જીવ અને કર્મનો સંબંધ મૂળ રૂપે “સત્ નથી, જે શુદ્ધ નિશ્ચયનયથી પણ આત્મા અને કર્મનો સંબંધ હોય તે કદાપિ કાળે આત્મા કર્મથી રહીત થાય નહીં. “જીવ અને કર્મ” બે ભેગાં મળી ગયાં છે, જીવ અને પુગલ એ બે દ્રવ્ય ભેગાં મળ્યાં છે તે વખતે વ્યવહારનય જીવને જીવ કહે છે પણ શુદ્ધ નિશ્ચયનયતો કર્મથી ભિન્ન પિતાના સ્વરૂપે ઉપગીને જીવ કહે છે. માટે જીવ દ્રવ્ય કર્મની સાથે ભળેલું છે અને પોતાના ઉપગથી રહીત છે તે સમયે શુદ્ધ નિશ્ચયનય અશુદ્ધ જીવને જીવ કહે કહીં, અને પરમાશુઓના સ્કોથી બનેલું જે કર્મ તેને શુદ્ધ નિશ્ચયનય પુદ્ગલ પણ કહે નહીં. કારણ કે પરમાણુંને જ શુદ્ધ નિશ્ચયનય પુદગલ દ્રવ્ય કહે છે, શુદ્ધ નિશ્ચયનય દ્રષ્ટિથી જોતાં આત્માને કર્મ નથી અર્થાત્ આ ત્માને કર્મ લાગતું નથી, કર્મ છે, લાગે છે, એ ગુઢ નિશ્ચયનયથી જોતાં ભ્રમરૂપ છે. જેમ ખડીથી ભીંત રંગી. ભીંતમાં થએલી શ્વેતતા તે ખડી નથી તેમજ ભીંત પણ નથી. તેમ જ આત્મામાં પણ શુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિથી જોતાં કર્મ તે આત્મા નથી. અને આત્મા તે કર્મ નથી. શુદ્ધ નિશ્ચયનયથી જોતાં પુદ્ગલ દ્રવ્ય છે તે આત્માની સાથે પરિણમતું નથી, તેથી શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યજ જ્યારે આત્માને લાગે નહીં ત્યારે તે કર્મ શી રીતે કહેવાય; અલબત કહેવાય નહીં. માટે શુદ્ધજ નિશ્ચયનયથી જોતાં રાગદ્વેષ અષ્ટકર્મ વિગેરે સર્વથી આત્મા ભિન્ન છે, માટે ભાવ સંગથી ઉત્પન્ન થએલાં ઉદયાગત કર્મ તે આમાથી ભિન્ન છે, તેથી કર્મને પિતાનાં માનવામાં કર્મ લાગે છે, આત્મા કર્મ છે એમ માનવું તે પણ શુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિથી જોતાં ભ્રમ માત્ર છે એમ જણાય છે. તે સંબંધી ઉપાધ્યાયજી કહે છે કે –સાડાત્રણસેં ગાથાના સ્તવનમાં
भाव संयोगजा कर्म उदयागता, कर्म नवि जीव नविमूल ते नवि छता;
For Private And Personal Use Only