________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
શ્રી પરમાત્મ જ્યોતિઃ
તે કંઈ પણ લાભ મળતું નથી. તેમ છતાં કેમ મન બાહ્ય વિષમાં લાભ વિના પરિભ્રમણ કરે છે ? મનને પિતાને આનંદ મળતું નથી, અને આત્માને મહા દુઃખ થાય છે. અહીં આ કે મનને પ્રચાર છે? આવા પ્રકારનું મન શી રીતે વશ થાય; તે હે ભગવાન બતાવે કારણ કે, મોટા મોટાને પણ મન ઉચ્ચ ભાવનાથી નીચે પાડે છે. તે ત્રીજી ગાથાથી બતાવે છે.
૩–મેલ એટલે પરમાત્મપદની પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારા અને જ્ઞાન ધ્યાનના અભ્યાસક એવા પુરૂષોને પણ વૈરી મન રાગ દ્વેષમયના પાસમાં નાંખી સંસારના ચક્રમાં ફેરવે છે. અર્થાત્ તેવાઓને પણ મન મેહ ફંદમાં ફસાવે છે. જ્યારે આવા પ્રકારનું મન છે. ત્યારે તેને કેવું કહેવું તેના વિચારોથી ગાથામાં જણાવે છે.
૪–પાંચ ઈન્દ્રિયોને મન જુદા જુદા વિષયમાં મન પ્રેરે છે. અને તેથી ઇન્દ્રિયે ભિન્ન ભિન્ન વિષયની પ્રવૃત્તિ કરે છે. અને તેથી આત્મા પરભાવમાં પરિણમતાં કર્મથી બંધાય છે. કર્મ બંધમાં મનનું જ કારણ છે. તેથી મનને જે ઠગ કહું છું તે ઠગ પણ દેખાતું નથી. કારણ કે ક્ષણમાં પાછું ઠેકાણે આવે છે. ઉપગ દશામાં આત્માની ઈચ્છા પ્રમાણે ચાલે છે તેથી ઠગ પણ કહી શકાતું નથી. વળી મનને શાહુકાર કહું તે તે શાહુકાર પણ નથી. મનની પ્રેરણા વિના ઇન્દ્રિય વિષય સન્મુખ થતી નથી. તેથી મનની શાહુકારી પણ બાહ્ય વિષય સન્મુખ દશા જોતાં જણાતી નથી. ક્ષણમાં શુદ્ધપાગ દશામાં શાહુકાર જેવું ડાહ્યું જણાય છે. પણ ક્ષણમાં પાછું પરભાવમાં પરિણમે છે, માટે શાહુકાર પણ મનને કહી શકાતું નથી. સર્વ બાહ્ય વિષયમાં મન જાય છે. તેથી મન સર્વમાં છે એમ કહેવાય છે. અને શુદ્ધાપગમાં આત્મા રમણ કરે છે ત્યારે બાહ્યના સર્વ વિષયથી મન પાછું કરે છે. તેથી સર્વથી અળગું કહેવાય છે. પાંચ ઈન્દ્રિચેના વીશ વિષયની સાથે સંબંધ ધરાવનાર મન છે. અને વીશ વિષયથી “શુદ્ધ ધ્યાન દશા ” માં મન દૂર રહે છે. તેથી
For Private And Personal Use Only