________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૨૭.
નીચ અવતાર ધારણ કરવા પડે છે. અને નીચપણની સામગ્રી પ્રાપ્ત થાય છે. માટે શુદ્ધ ભાવના સદાકાળ ભાવવી. પ્રારબ્ધ કર્મ ના ચગે અનેક પ્રકારની બાહાની નીચ સ્થિતિ હોય, દુઃખમય સ્થિતિ હોય તે વખતે પણ અંતરથી હું દુઃખી નથી. હું સુખમય છું. કર્મને ઉદય દુઃખરૂપ વેડું છું, તે હું નથી. કર્મના ઉદયથી અનેક પ્રકારનાં સંકટ વેઠું છું. તે પણ તે સંકટથી હું જ્યારે છું, સંકટ જે કર્મથી પ્રાપ્ત થયાં તે કર્મથી પણ હું જ્યારે છું. માટે પરભાવની અવસ્થાને પોતાની કેમ માનું. હું સુખી છું, મારૂ સુખમય સ્વરૂપ છે. સત્તાથી હું સિદ્ધ પરમાત્મા સમાન છું. માટે ખાદ્યના ઉપાધિ પ્રસંગમાં પણ જલપંકજવતું સદા હું જ્યારે છું. કેઈની પાસે ધન, ધાન્ય વિગેરે બાહ્ય લક્ષ્મી વિશેષ હોય. અને તેવી બાહ્ય લક્ષમી મારી પાસે વિશેષ નથી. તેથી હું નિધન નથી. મારૂ જ્ઞાનાદિક અનંત ધન અંતરમાં ભર્યું છે, તે જ ખરેખરું સત્ય ધન છે તે તો મારા આત્મામાં છે, હું તે સત્ય ધનથી ભિન્ન નથી, જ્યારે અનન્ત ધન મારી પાસે છે તે પેલા બાહ્ય ઉપાધિરૂપ લક્ષ્મીવાળા શેઠીયાથી હું પિતાને કેમ ગરીબ બ્રાંતિથી માનું. અલબત માનું નહિ. તેમજ કોઈ બાહ્ય દુનિયા દેશને ઉ. પરી રાજા હોય ત્યારે અજ્ઞાની જીવ વિચારે કે એ માટે છે, એ રાજા છે હું પ્રજા છું. એ સત્તાવાનું છે. મારામાં સત્તા નથી, આવી મિથ્યા કલ્પનાઓથી અજ્ઞાની જીવ નીચ વૃત્તિને ધારણ કરી નીચ બને છે. વસ્તુતઃ વિચાર કરશે તે માલુમ પડશે કે પુગલના સ્કંધરૂપ પુણ્યનાં દલીક તે રાજાને લાગ્યાં છે તેથી તે બાહ્ય સત્તાને ભેગવે છે. અને અંતરસત્તાના સામું જેતે નથી. પુણ્યની મેટાઈ ક્ષણિક છે. શુદ્ધ નિશ્ચયનય દષ્ટિથી વિચારતાં બાહ્ય સત્તાથી મેટાઈ માનવી તે એક જાતની ભ્રાંતિ છે, પુણ્ય એ જડ વસ્તુ છે. પિતાને ધર્મ નથી. માટે તેમાં શે મોહ કર. પુણ્ય સેનાની બેડી છે. અને પાપ છે તે લેઢાની બેહે છે, પુણ્ય છે તે છાયા સમાન છે, અને પાપ છે, તે તાપ સમાન છે.
For Private And Personal Use Only