Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 13
________________ [૧૦] (૩) માનસ દયાન – એક પદાર્થમાં ચિત્તની એકાગ્રતા તે. ધ્યાનાનારિકા દ્રવ્યાદિ એક વસ્તુ વિષયક ધ્યાનને પૂર્ણ કરી જ્યાં સુધી દ્વિતીય વસ્તુ વિષયક ધ્યાનમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી વચગાળામાં જે ચિન્તન-વિચાર થાય, જેમકે હવે કયા વિષયનું ધ્યાન કરું ? તે વિચારને ધ્યાનાક્તપિકા કહેવાય છે. જેમ માર્ગમાં ચાલતે મુસાફર જ્યાં બે રસ્તા ફંટાતા હોય ત્યાં ડીવાર બંને માર્ગની વચમાં ઉભું રહી વિચાર કરે કે બે માંથી કયા માર્ગે જાઉં ? જેથી મારા ઈષ્ટ સ્થાને ધ્યેય સ્થળે પહોંચી શકું. - આ રીતે એક પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનેલું ચિત્ત એક અન્તમુહૂર્ત પછી ત્યાંથી ચલિત થાય છે, ત્યારે બીજા પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનાવવા માટે અનિત્યતાદિ કે મૈત્રાદિ ભાવનાઓ વડે ચંચળ થયેલા ચિત્તને વાસિતભાવિત બનાવવું પડે છે અને જ્યાં સુધી દઢ અધ્યવસાયથી દ્વિતીય ધ્યાનમાં પ્રવેશ ન થાય ત્યાં સુધીની અવસ્થાને ધ્યાનાન્તર કે બધાનાન્તરિક કહેવામાં આવે છે. વિસ્તીર્ણ એવી દ્વાદશાંગીને સાર સુનિર્મળ ધ્યાન યોગ છે, એમ શાસકાર મહર્ષિ ફરમાવે છે. દ્વાદશાંગી એટલે શ્રી જિન પ્રવચન, તે સવયંભૂરમણ સમુદ્રની જેમ અણોરપારઅગાધ છે; તેને સાર નવકાર છે, એમ કહેવાય છે. તેનું તાત્પર્ય પણ નિર્મળ દયાનગ છે. નવકાર એ નિર્મળ દયાનગનો જ એક પ્રકાર છે. નવકાર વડે જે ચિત્તની વિશુદ્ધિ થાય છે, તે જ દ્વાદશાંગી વડે થાય છે અને દ્વાદશાંગી વડે જે પરિણામની વિશુદ્ધિ થાય છે, તે જ નવકાર વડે થાય છે. તે કારણે સમર્થ એવા ચૌદ પૂર્વ ધર પણ અંત સમયે ચૌદ પૂર્વનો સ્વાધ્યાય કરવા અસમર્થ બને ત્યારે ચૌદ પૂર્વના સારરૂપ એક શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન બની જાય છે અને તે દ્વારા ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ કરે છે. આત્મવિશુદ્ધિનું અનન્ય કારણ નિર્મળ થાન * ध्यानं दृढाध्यवसायात्मकं चित्तं विधा-कायिक, वाचिक, मानसिकं च । १ कायिकं नाम यत् कायव्यापारेण व्याक्षेपान्तरं परिहरन्नुपयुक्तो भंगकचारणिकां करोति, कूर्मवद्वा संलीनाङ्गोपाङ्गस्तिष्ठति । २ वाचिकं तु 'मयेदशी निरवद्या भाषा भाषितव्या, नेदृशी सावद्येति विमर्शपुरस्सरं यद् भाषते, यद्वा विकथादिव्युदासेन श्रुतपरावर्त नादिकमुपयुक्तः करोति तद् वाचिकम् । ३ मानसं त्वेकस्मिन् वस्तुनि चित्तस्यैकाग्रता । बृहत् कल्पसूत्र, गा. १६४२ लघुभाष्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90