________________
[૧૬] આત્મબુદ્ધિનો વિષય છે. પણ જે જે વસ્તુ મૂર્ત, પરિમિત અને ભાગ્ય હોઈ, પ્રયત્નથી પ્રાપ્ત કરવાની હોય છે અને પ્રયત્નથી જ સાચવવી પડે છે, તે બધી જ વસ્તુ અહંભાવનો વિષય હોવા છતાં મિયાજ્ઞાનનો વિષય છે. જે વસ્તુ અપ્રાપ્ત નથી, જેને મેળવવા કે સાચવવા માટે કશે જ બાહ્ય પ્રયત્ન અપેક્ષિત નથી, જે જ્ઞાનમાત્રથી જ સિદ્ધ છે તે વસ્તુ સમ્યગજ્ઞાનને વિષય છે. આ વ્યાખ્યા પ્રમાણે અહબુદ્ધિના વિષયભૂત શરીર, પ્રાણ, મન, સત્તા, યશ, સંપત્તિ, પુત્ર આદિ બધું જ મિથાજ્ઞાનના વિષયમાં આવે, કેમકે તે બધું જ પ્રયત્નથી મેળવવું અને સાચવવું પડે છે, જ્યારે એ બધા મૂર્તા ભાવે અને તેને અનુષંગી બીજા ભાવથી પર એવો અહબુદ્ધિને વિષય ચેતન, તે સમ્યજ્ઞાનને વિષય છે; કેમકે તે વસ્તુ પ્રયત્નથી ઉપજાવવાની, આણવાની કે સાચવવાની જરૂર નથી પડતી, માત્ર એને ઓળખવાની જ જરૂર રહે છે. . (૨) અહં ત્વની અપરિમિત સહજ વૃત્તિ પરિમિત ભાવમાં નથી સંતોષાતી એ જ મિથ્યાજ્ઞાનનું મિથાપણું છે, તેને લીધે જીવ અનેક નવા નવા પદાર્થો મેળવવા, મેળવેલા સાચવવા અને તેનું પરિમાણ વધારવા ઇછે અને તરફડે છે. બાહ્ય સામગ્રી મેળવવા અને સાચવવામાં અનિવાર્ય રીતે ભાગીદારી અને પ્રતિસ્પર્ધાના વિM ઉપસિથત થતાં તેની રાગવૃત્તિ આઘાત અનુભવી શ્રેષમાં પરિણમે છે અને અભિનિવેશ છૂટ નથી. આજ મિથ્યાત્વનું અંતર કષાય કે કવેશ પ્રત્યે અનિવાર્ય ક્ષેત્રત્વ છે.
(૩) અપરિમિત એવી અહંત્વની વૃત્તિ જ્યારે સદા સંનિહિત અને માત્ર સેવ એવા આત્માના સ્વભાવની પ્રાપ્તિ કરે છે ત્યારે બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. જે છે તે જવાનો ભય પણ નથી અને તેમાં ભાગીદારી કે પ્રતિસ્પર્ધાની સ્થિતિ આવતી જ ન હોવાથી, કેઈ પણ જાતના ઈચ્છા-વિધાનના અભાવે અપ્રીતિ કે દ્વેષ જેવાં વલણે પણ ઉદય પામતાં નથી. એટલે સમ્યક્ત્વ ઉદય પામતાં પરિમિત વિષયક અહેવની વૃત્તિરૂપ મિથ્યાવની સાથે તેના પરિવાર રૂપ ઈતર કષાયે અગર કલેશો પણ સબીજ નાશ પામે છે.
(૪) શુદ્ધ આત્મા-શુદ્ધ ચેતન એ પિતે જ મુખ્ય અહં બુદ્ધિનું કેન્દ્ર છે. એ બુદ્ધિ પરિમિત અને અચેતન ભાવોમાંનું ભાન્ત કેન્દ્ર છોડી મૂળ અને અંતિમ કેન્દ્રમાં જ્યારે સ્થિર થાય છે, ત્યારે હવે તેને અ૫ ભણું વળવાને રસ જ નથી રહેતું, કેમકે તેણે અ૬૫ કેન્દ્રને પરિણામે ઉદ્દભવતા કવાયચક્રને અનુભવ કરી લીધો છે, જે અત્યારે મુખ્ય કેન્દ્રમાં કરતાં સર્વથા વિલય પામેલ છે. ક્ષાવિક સમ્યજ્ઞાનનો વિષય અને તેનું સાહજિક વલણ આવાં કાઈ, હવે મિથ્યાત્વના ઉભવને કઈ અવકાશ જ નથી રહે, જયારે મિથ્યાત્વદશામાં સર્જ્ઞાનના અવકાશને પૂર્ણ સ્થાન છે.* * स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते-१
નિઃસ્પૃહાષ્ટક ૧૨, જ્ઞાનસાર પૂ. ૭૧ * પેરા ૧૦-૧૧નો સારભૂત ભાગ અધ્યાત્મ વિચારણામાંથી લીધેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org