________________
[૨૬] ઢાળ પહેલી..... ......શુદ્ધાતમ દયાન. ઢાળ બીછ.......................ધ્યાન-શિવસુખ પ્રાપણ મૂલ ઉપાય. ઢાળ ત્રીજી.............ધમ ધ્યાનની વ્યકિત તથા પવનાભ્યાસ. ઢાળ ચોથી...................મંત્રરાજ આદિની સમાપત્તિ અથવા સાધના પ્રપંચ ઢાળ પાંચમી......................પરમમંત્રની સાધના-વિશેષવિચાર. ઢાળ છઠ્ઠી........................પરમેષ્ઠિ પદ તથા સિદ્ધચક્રની માંડણી. ઢાળ સાતમી પંચપરમેષ્ઠિ-મુખ્ય આલંબન તથા અનુભાવલીલા.
આ પ્રમાણે ધ્યાનના વિષયને (રાસની કડી ૧૦૮, ઉપસંહારની કડી ૩, અને કલશની કડી ૧ એ પ્રમાણે) ૧૧૨ કડીમાં બહેલાવતાં અનેક ગમાર્ગોને ક્રિયા તથા જ્ઞાન માટે જે સામગ્રી ૨જૂ કરી છે તે અતિપ્રશંસનીય છે.
આ સમગ્ર સાધનાનું રહસ્ય ટૂંકમાં બતાવવું હોય તે અભ્યાસ, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને આત્મવીર્ય આ શબ્દમાં દર્શાવી શકાય. ટબામાં સૂચિત કરેલા ગ્રંથોની યાદી
ટબાકારે જે જે જૈન દર્શન તેમજ ઈતરદર્શનના ગ્રંથ કે જે દયાનાભ્યાસ, પવના ભ્યાસ અને સવરોદયના અભ્યાસના વિષયોમાં મદદગાર થાય તેવા છે તેનો પ્રસ્તુત ટબામાં જુદે જુદે સ્થળે ઉલ્લેખ કર્યો છે, તે સર્વને એકત્ર કરી યાદી રૂપે અમે રજૂ કરેલ છે. ટબાકાર એક સમર્થ જૈનાચાર્ય હોવા છતાં તેમણે જરાય પૂર્વગ્રહ વિના કાવ્યકૃતિનું રહસ્ય સમજવા પેગવિષયક ઇતરગ્રંથની સાક્ષીએ આપી છે તે તેમની નિષ્પક્ષપાતવૃત્તિ દર્શાવે છે. વિવરણના લેખનમાં આધારભૂત ગ્રંથની યાદી
પ્રસ્તુત ગ્રંથનું સવિસ્તર વિવરણ લખતી વેળા તેમાં જે જે ગ્રંથને આધાર લેવાયો છે તે તે ગ્રન્થની વિગતપૂર્ણ યાદી રજૂ કરાઈ છે. જેથી તે તે લખાણના મૂળ સ્થલે જાણવા ઈચ્છતા મુમુક્ષુ મહાનુભાવોને સરળતા થશે. ઉપયોગમાં લેવાયેલી હસ્તલિખિત પ્રતિઓની યાદી
પ્રસ્તુત ગ્રંથના સંપાદન સમયે પાઠભેદેના નિર્ણય માટે જે હસ્તલિખિત પ્રતે એકત્ર કરવામાં આવી હતી તેના ક્રમાંક તથા જ્ઞાનભંડારના નામે લેખપૂર્વકની સૂચિ દર્શાવી છે. મૂળગ્રંથમાં તથા ટબામાં નિર્દિષ્ટમંત્ર બીજાક્ષરે તથા તેના અર્થો –
ગ્રંથકાર તેમજ ટબાકારે જે જે મંત્રીને મૂળ તેમજ ટબામાં ઉલ્લેખ કર્યો છે તેની સમુદિત યાદી અર્થ સાથે રજૂ કરવામાં આવી છે. યંત્ર ચિત્ર સૂચિ
પ્રસ્તુત ગ્રંથમાં જે જે વિધાનને નિર્દેશ કરાયો છે તેને સમજવામાં વાચકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org