________________
ધ્યાનમાલા ”ની રચના સુરતમાં થઈ હોય એવાં પ્રમાણે પ્રાચીનસ્તવન રત્નસંગ્રહ (પૃ. ૨૬૮) તથા સૂર્યપુર રાસમાલા (પૃ ૧૯) દ્વારા પ્રાપ્ત થાય છે. કેમકે સં. ૧૭૬૬માં આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિજી સુરતમાં જ હતા એ વાત નિર્વિવાદ છે. એમના વચનો આધાર લઈને શ્રાવક કવિએ ગ્રંથરચના કરી હોઈને શ્રી નેમિદાસ પણ સુરતમાં જ તે વખતે હતા તેમ પ્રતિપાદિત થાય છે.
શ્રી જ્ઞાનવિમલસૂરિ વિદ્વાનો પ્રત્યે ખૂબ જ માન ધરાવતા હતા. તેઓ પોતે સાહિ. ત્યકાર ઈને સાહિત્યકારને ઓળખવામાં અને તેમને પ્રોત્સાહિત કરવામાં ખાસ રસ લેતા. આ વાતનું ઉદાહરણ એક મૂર્તિ ઉપરને લેખ પૂરું પાડે છે. (જુએ મુનિ કાંતિ સાગરનો લેખસંગ્રહ– “જૈનધાતુ પ્રતિમા લેખ” લેખાંક ૩૩૫) તે લેખમાં સુંદરદાસ શ્રાવકના નામ આગળ પંડિત બિરૂદ છે. જૈન મૂર્તિલેખોમાં શ્રાવકેનાં નામ આગળ “સા. સાહ, શ્રેષ્ઠિ, ઝવેરી, વ્યવહારી, સંઘવી, મંત્રી” વગેરે બિરુદ પ્રજિત હોય છે. પરંતુ લેખાંક ૩૩૫માં સૌ પ્રથમ પંડિત શબ્દનો પ્રયોગ શ્રાવકના નામ આગળ કરવામાં આવ્યો છે. આપણા વિદ્વાનોનું દયાન આ તરફ ગયું જણાતું નથી. શ્રી જ્ઞાનવિમલસૂરિને સાહિત્યકારે કે પંડિતે પ્રત્યેને પક્ષપાત આ દ્વારા સૂચિત થાય છે જ અને એ જ કારણ છે કે તેઓ પોતે શ્રાવક કવિની કૃતિના ટીકાકાર બન્યા છે. પરંપરાની દષ્ટિએ શ્રાવકના ગ્રંથ ઉપર એક આચાર્ય ટબ કે ટબાથે લખે એ આશ્ચર્યકારક ઘટના જરૂર લેખાય પરંતુ ઉપર્યુક્ત કારણને લીધે એ શકય બન્યું છે.
* આ પરિચયની કેટલીક વિગત માટે અમે થી “પાર્થ' ઉફે પાસવીર વીરછ દુલ્લાના આભારી છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org