Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 65
________________ કવિરાજ શ્રી નેમિદાસને પરિચય શ્રી નેમિદાસ અઢારમી શતાબ્દિમાં થયેલા છે. તેમના જીવન ઉપર પ્રકાશ પાડે તેવી કંઇજ માહિતી મળતી નથી. (મેહનલાલ દલીચંદ દેસાઈ “જૈન ગુર્જર કવિઓમાં તેમને દશાશ્રીમાળી જણાવે છે.) તેમના પિતાનું નામ રામજી હતું. કવિ પિતાની ઓળખ આ પ્રમાણે આપે છે. “શાહ રામજી સુતરત્ન નેમિદાસ ઈણિપરિ કહઈ” તેઓ આ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિના ભક્ત હતા અને તેમની કૃપાથી, તેમના વચનને આધાર લઈને તેમણે દયાનમાલા ગ્રંથ રચ્યો છે. તે નીચેની કડી શાખ પૂરે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ ગુરુકૃપા લહી તસ વચન આધાર” તેમણે રચેલા ગ્રંથની સંખ્યા ત્રણની જાણવામાં આવેલ છે. (૧) અધ્યાત્મસારમાલા. રચના સંવત્ ૧૭૬પ (૨) પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા. રચના સંવત્ ૧૭૬૬ (૩) ચોવીશી ચઢાળિયું, રચના સંવત્ ૧૭૭૩ (ત્રીજે ગ્રંથ મુદ્રિત થયાનું જાણવામાં નથી. ) શ્રી નેમિદાસે રચેલ ગ્રંથ ઉપર આ. શ્રી જ્ઞાનવિમલસૂરિએ બે ર તે વસ્તુ શ્રી નેમિદાસના ધમપણાની અને બહુશ્રતપણાની સાબિતી પૂરી પાડે છે. તેઓ વ્રતધારી હતા તે વિગત તે તેમના પિતાના નીચેના શબ્દોથી જાણવા મળે છે – “ ધ્યાનમાલા ઈમ રચી નેમિદાસઈ વ્રતધારી’ શ્રી નેમિદાસ શ્રાવક કવિ છે. જૈન સાહિત્યનો ઈતિહાસ ઉપરછલી નજરે તપાસીએ તે એક વાત જરૂર આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે કે તેના પ્રાયઃ સઘળાજ કર્તાઓ ત્યાગી મુનિવરે હતા. જો કે તેમાં કઈ કઈ અપવાદ નેમિદાસ જેવાના મળે છે, પરંતુ સંખ્યાની દષ્ટિએ તેમજ પ્રતિભાની દષ્ટિએ શ્રમણ કવિઓ જ આપણી આખોને આંજી દે છે. છતાં શ્રમણ પાસક કવિઓએ જૈન વામને સમૃદ્ધ કરવામાં જે ફાળો આપ્યો છે તે પ્રત્યે ઉપેક્ષા તે ન જ કરી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90