________________
[૬૦] છે. ઉપરાંત ઉપાધ્યાયજીના વર્ગવાસ પછી તેમણે તથા શ્રી દેવચંદ્રજીએ સંયુકત રીતે શ્રી નવપદપૂજાની રચના કરી તે કૃતિને મહાપાધ્યાયજી શ્રી યશોવિજયજીની કૃતિ તરીકે ૨જૂ કરી છે.+.
ઉ. શ્રી યશોવિજયજી ઉપર તેમને અનન્ય સભાવ હતો તે તેમની અનેક કૃતિઓના પ્રાન્તવાકયથી જાણવા મળે છે. જેવાં કે
જ્ઞાનવિમલ મહિમા થકી, હેય સુયશ સવાયા રે,
જ્ઞાનવિમલ સુરિંદ પ્રભુતા, હેય સુયશ જમાવ રે.૪ તેમણે અનેક વખત સિદ્ધાચલની યાત્રાએ કરી હતી. ૧૭ અંજનશલાકાએ કરી હતી. તેમજ બીજા પણ અનેક પ્રતિષ્ઠાદિ ધર્મકાર્યો કરાવ્યાં હતાં. ઘણા મુનિઓને પંડિતપદ તેમજ વાચકપદનાં દાન કર્યા હતાં. વિ. સં. ૧૭૭૦માં સુરતના શ્રી પ્રેમજી પારેખે સિદ્ધાચલન સંઘ તેમના ઉપદેશથી કાઢયે હતા.5
તેમનું વિહાર ક્ષેત્ર માટે ભાગે ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મારવાડ હતું. સુરત શહેરમાં તેમણે અનેકવાર સ્થિરતા કર્યાના ઉલલેખે સાંપડે છે. વિ. સં. ૧૭૫૫માં તેમણે સુરતમાં તીર્થમાલા રચી. વિ. સં. ૧૭૬૬માં તેમણે સુરતમાં વીશસ્થાનક તપનું સ્તવન રચ્યું. વિ. સં. ૧૭૭૩માં સકલાઉત્ સ્તોત્ર પર સુરતમાં બે રા. વિ. સં. ૧૭૭૪માં અશોકચંદ્ર હિણી રાસ સુરતમાં ર. વિ. સં. ૧૭૮૦માં સુરતમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી.
આમ તેમના ધર્મ નિવાસને સારે લાભ લેવા સુરત ભાગ્યશાળી બન્યું હતું.
તેમની કાવ્યશક્તિ અતિ અદભુત કહેવાતી હતી. સંસ્કૃત કવિતામાં જેવું સ્થાન કલિકાલસર્વજ્ઞ, આ૦ શ્રી હેમચંદ્રસૂરિનું હતું તેવું જ સ્થાન લોકભાષાની કવિતામાં તે યુગમાં આ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિનું હતું.
તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીમાં અનેક ગ્રંથો રચ્યા છે જે પૈકી નીચેના ગ્રંથ મુખ્ય છે. નરભવદિતવનયમાલા.
પ્રશ્નદ્ધાત્રિશિકા તેત્ર. પ્રશ્નવ્યાકરણ સૂત્ર વૃત્તિ.
જિનપૂજાવિધિ. સંસારદાવાનલ સ્તુતિ વૃત્તિ. વિશસ્થાનક તપવિધિ. શ્રીપાલ ચરિત્ર.
જ્ઞાનવિલાસ. * ઉ. શ્રી યશોવિજયજીને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૪૪માં થયો હતો. + જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિધ્ધચક્ર પ્રભાવે, ગુરુ દીપચંદ સુચરણસેવક, દેવચંદ્ર સુશોભતા.
યશો. વિ. કૃત નવપદપૂજા, નવમી તપપદ પૂજા. * આ વિગત અમને આ૦ શ્રી વિજયધર્મધુરંધરસૂરિ મ. તરફથી મળી છે. પ્રેમજી પારેખના સંઘના રસપ્રદ વર્ણન માટે જુએ સૂર્ય પૂર રાસમાલા પૃ. ૩૫ થી ૪૩.
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org