Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 62
________________ આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિનું જીવનવૃત્ત -+ — આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિને જન્મ વિ. સં. ૧૬૯૪માં મારવાડ દેશમાં ભિન્નમાલ નામના નગરમાં થયે. તેઓ વિસા ઓસવાલ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ. તેમની માતાનું નામ કનકાવતી. તેમનું પિતાનું નામ નાથુમલ. તેમણે ૮ વર્ષની વયે મુનિશ્રી ધીરવિમલ ગણિ પાસે સંયમ સ્વીકાર્યું તે વખતે તેમનું નામ નવિમલ રાખવામાં આવ્યું. સંયમ સ્વીકાર્યા બાદ તેમણે અમૃતવિમલ ગણિ તેમ જ મેરુવિમલ ગણિ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું. તેમના ગુરુએ તેમને સુગ્ય જાણી વિ. સં. ૧૭૨૭માં પંડિત પદથી (પંન્યાસપદથી) વિભૂષિત કર્યા. વિ. સં. ૧૭૩૯માં તેમના ગુરુદેવ સ્વર્ગવાસી બન્યા. તે વખતના સર્વ ગીતાર્થોએ વિચાર્યું કે “ હાલમાં સંવિગ્ન, જ્ઞાન ક્રિયા અને વૈરાગ્યાદિ ગુણોથી સંપૂર્ણ અને આચાર્યપદ માટે એગ્ય એવા પં. નવિમલ ગણિ છે” અને તેથી તેમણે આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિને-કે જે જગદગુરુ આચાર્યશ્રી વિજય હીરસૂરીશ્વરજીની ચોથી પાટે બિરાજમાન હતા–પં. નવિમલગણિને સૂરિપદથી અલંકૃત કરવા વિનંતિ કરી. આચાર્યશ્રી વિજયપ્રભસૂરિજીએ એ વિનંતિની યોગ્યતા જાણીને વિ. સં. ૧૭૪૮માં ફા. સુ. ૫ ને દિવસે સંડેર ગામમાં તેમને આચાર્યપદથી વિભૂષિત કર્યા અને તે વખતે તેમનું નામ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યું. આ નામ રાખવા પાછળનું કારણ તેમનું વિશાળ જ્ઞાન વિજયપ્રભસૂરિજીએ અનુભવ્યું હતું તે હતું. આ સમયે નાગજી પારેખે આચાર્ય પદનો મહત્સવ કર્યો અને સારું દ્રવ્ય ખરચ્યું. તેમના સમયમાં જૈન સંઘના મુનિવર્ગમાં શિથિલાચાર સારા પ્રમાણમાં પ્રવેશ્યા હતા અને તેથી તેમણે કિદ્ધાર કરી ભવ્યજીને મેક્ષને શુદ્ધ માર્ગ આચરી બતાવ્યો હતે. ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહેપાધ્યાય શ્રીમદ્દ યશવિજયજી, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રી દેવચંદ્રજી, શ્રી આનંદઘનજી વગેરે તેમના સમકાલીન હતા. તે સૌ સંવિગ્ન ગીતાર્થો હતા અને પરસ્પર પ્રત્યે આદરભાવ રાખનારા હતા. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી પ્રત્યે, તેમની શુદ્ધકરૂપણ પ્રત્યે, આ. શ્રી જ્ઞાનવિમલસૂરિને અદભુત આદર હતું. તેથી તેઓ તેમને “વાચકરાજ' નામથી સંબોધતા. ઉપાધ્યાયજીના બનાવેલા ઘણાય સ્તવને ઉપર આ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિએ ટીકાઓ રચી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90