________________
[૨૮] પૂજ્ય, પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રકવિજયજી ગણિવરે પણ તેમના ફેટ માટે પુષ્કળ શ્રમ લીધો છે. તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાંય તેમણે ગ્રન્થને વાંચ્યું છે, વિચાર્યો છે, તેના ભાવાર્થ અને વિવરણની ક્ષતિઓ સુધારી છે, તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યાં છે. તદુપરાંત આ ગ્રંથ ઉપર વિદ્વત્તાપૂર્ણ બે બેલ” લખી આપવાની પણ તેમણે કૃપા કરી છે. તેમના આ સઘળા ઉપકાર બદલ હું તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વિશેષતા
પ્રસ્તુત ગ્રંથ, ધ્યાન અંગેની અનેક પ્રક્રિયાઓને છતી કરે છે. ઉપરાંત તે યુગમાં પ્રચલિત પદ્ધતિઓનું પૂરેપૂરું દિગદર્શન કરાવે છે. દયાન પ્રક્રિયા અંગે આટલા વિશિષ્ટ પ્રકારે સ્પષ્ટીકરણ કરતો લોકભાષામાં બીજો કોઈ ગ્રંથ જાણવામાં નથી. ઉપરાંત આ ગ્રંથ ઉપર ગ્રંથકર્તાના ગુરુદેવ આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિએ પતે ટબ લખી આ ગ્રંથની મહત્તામાં અનેકગણું વૃદ્ધિ કરી છે અને ગ્રંથકર્તાએ રજૂ કરેલી વિગતે ઉપર પિતાની મહોર મારી છે. આ તેની અદ્દભુત વિશેષતા છે. ગ્રંથના રચયિતા
પ્રસ્તુત ગ્રંથયુગલના રચયિતા વ્રતધારી ગૃહસ્થ છે. આપણે ત્યાં પંચમહાવ્રતધારી મુનિઓના રચેલા ગ્રંથેની તુલનામાં ગૃહસ્થરચિત ગ્રંથો અતિ અલ્પમાત્રામાં છે. છેલ્લા ૧૦૦૦ વર્ષને ઈતિહાસ તપાસતાં શ્રી નેમિચંદ્ર ભાંડાગારિક, કવિશ્રી ઋષભદાસ અને શ્રી નેમિદાસ કવિ સિવાય તેવાં અન્ય પ્રચલિત નામે જાણવામાં નથી. બાકાર
પ્રસ્તુત ગ્રંથ ઉપર વિદ્વત્તા પૂર્ણ ટ લખનાર આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિ છે. તેમનું જીવનવૃત્ત આ ગ્રંથમાં આપેલ છે તેથી અહિં તેનું પુનરાવર્તન અનાવશ્યક છે. વાચકોએ તે ત્યાંથી જોઈ લેવું. અધ્યાત્મસારમાલાનું મુદ્રણું
કવિરાજશ્રી નેમિદાસ રામજી શાહ કૃત ત્રણ ગ્રંથ હાલ ઉપલબ્ધ થાય છે. જેની રચના નીચેના ક્રમાનુસાર તેમણે કરી છે.
૧. અધ્યાત્મસારમાલા. રચના વિ. સં. ૧૭૬૫ ૨. પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા. રચના વિ. સં. ૧૭૬૬ ૩. વીશી ચઢાળિયું. રચના વિ. સં. ૧૭૭૩
આ ત્રણ ગ્રંથે પિકી “અધ્યાત્મસારમાલા” ઉપર કોઈ બે કે વિવેચન ઉપલબ્ધ થતું નથી. પરંતુ પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલાને સમજવા માટે તે ગ્રંથ અતિ ઉપયોગી હોવાથી અમે અહીં તેનું મુદ્રણ કરાવ્યું છે.
તે ગ્રંથ આજથી ૫૫ વર્ષો પૂર્વે બુદ્ધિપ્રભા નામના માસિકના વર્ષ ના અંક ૬માં પૃ. ૧૬રથી પૃ૦ ૧૭૦ સુધીમાં મુદ્રિત થએલ છે પરંતુ અમે અહીં શક્ય તેટલી પ્રતે મેળવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org