Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૨૧) સિદ્ધયઃ ” * એ બધી સિદ્ધિઓને જેનાથી સાક્ષાત્કાર થાય છે તે સમાધિની પ્રતિબંધક છે. (૩, ૩૬) તેથી તેવી બધી ધારણાઓ આદિ ન કરતાં જેનાથી “તારનારૂં વિવેકજ્ઞાન” થાય એવા ધારણાદિ જ કરવાં. “તારાં સવિષચં સર્વથા વિષચક્રમં વિષે જ્ઞાનમ્ . ૪ (૩. ૫૩) ૨૮. યા ધમ વ્યાપારને યોગકેટિમાં ગણ? અપુનબંધકથી સર્વવિરતિ સુધી અધિકારીઓના મુખ્ય ચાર વર્ગ છે. દરેક વર્ગમાં પણ અધિકાર પરત્વે તારતમ્ય છે જ. એવી ભિન્ન ભિન્ન યોગ્યતાવાળા સમસ્ત અધિકારીઓના પોતપોતાની ભૂમિકાને અનુરૂપ હોય એવા બધાજ પ્રકારના ધર્મ વ્યાપારને વેગ કટિમાં ગણવાની સામાન્ય કસોટી શું હોઈ શકે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં અનેક યોગ માર્ગો દર્શાવેલા હોવાથી આ ગ્રંથ પરત્વે તે તે પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નનો ઉત્તર ગશતકના કર્તા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ તે ગ્રંથમાં આપવા કૃપા કરી છે. તેઓ કહે છે કે સામાન્ય કસોટી માત્ર એક જ છે અને તે શાસ્ત્ર આજ્ઞાને અનુસરવાની છે. ભૂમિકાભેદ પ્રમાણે ચાલતા અધિકારીને કોઈ પણ ધર્મવ્યાપાર અર્થાત્ ઉચિત અનુષ્ઠાન જે સ્વછંદી ન હોય અને જે તે ઉપર દર્શાવ્યા તેવા અનુભવી પુરુષનાં વચનને અનુસરી વિવેકપૂર્વક અને ઉપગપૂર્વક ચાલતો હોય તે તે વેગ કોટિમાં લેખાય છે. જિન શાસનમાંહિ યોગ અનેક” એ પ્રમાણે કવિ નેમિદાસ પ્રસ્તુત કૃતિની પહેલી ઢાળની એકવીસમી કડીમાં દર્શાવે છે. તે સઘળી વેગ પ્રક્રિયાઓ યોગ કેટિની છે અને તે ચોગ્ય રીતે મૂલવવાની આવશ્યકતા રહે છે. પ્રસ્તુત રાસની સાતેય ઢાળમાં જે ગમાર્ગો નિર્દિષ્ટ કર્યા છે તે માટે જુઓ અનુક્રમણિકામાં દયાનની અને આનુષંગિક સામગ્રી’ના શીર્ષક નીચે દર્શાવેલ સામગ્રી વિસ્તાર) તે તપાસવાથી તે વિષે સંપૂર્ણ માહિતી મળશે. આ વિરલ, વિપુલ અને વિવિધ ધ્યાન સામગ્રીને સંગ્રહ બીજે ક્યાંય સંગ્રહીત થયો હોય તેવું અમારા જાણવામાં આવ્યું નથી. ર૯. મન અને તેની શુદ્ધિ આત્મશુધિ એ વસ્તુતઃ મનની શુદ્ધિ ઉપર આધાર રાખે છે. તે મન શું છે? અને 1 * એ પ્રતિભ આદિ સંપ્રજ્ઞાdયોગના પ્રતિબંધક છે (અર્થાત ઉપેક્ષા કરવા યોગ્ય છે) માત્ર વ્યુત્થાનદશામાં (વ્યવહારદશામાં) સિદ્ધિ વા વિભૂતિરૂપ છે. * આ વિકજન્ય જ્ઞાન સર્વ પદાર્થને વિષય કરનાર હોય છે. પદાર્થોના સર્વ ભૂલ સુમાદિ પ્રકારોને વિજ્ય કરનાર છે. તથા સર્વને યુગપત ભાસમાન કરે છે અને સંસાર સાગરથી તારનાર હોવાથી તારક કહેવાય છે. : ૧ જુઓ યોગશતક ગાથા ૨૨નું વિવરણ. 2 “ક્રિયા ઉપગશન્ય ન હોય અને સ્વમતિકપિત ન હોય” જુઓ પ્રસ્તુત ગ્રંથ ઢાળ ૩, કડી ૫ નો ઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90