Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 26
________________ [૨૩] જોઈએ. તે તંદુરસ્તી માટે પણ તેટલો જ જરૂરી છે. તે માટે રવદયને માર્ગ+ પણ દર્શાવવામાં આવ્યો છે. રવોદય એ શ્વાસની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, અને તેની રીત, રસમ કે પ્રણાલિકા હાલ ચાલુ નહીં હોવાથી તેના વિષે ગ્રંથમાં જણાવ્યું છે, તે ઉપરાંત કંઈ સારભૂત પ્રકાશ નાખી શકાય તેમ નથી. ૩૧. મંત્રગનું ગૂઢ રહસ્ય અનુષ્ઠાને માટે મંત્રોગને એક અતિગૂઢ રહસ્યને સ્ફટ, આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિ પ્રસ્તુત ગ્રંથની પાંચમી ઢાળની પહેલી કડીના ટબામાં સહજરીતે કરી નાખે છે. તે વિષે ટબાનું વાક્ય આ પ્રમાણે છે : એ દ્રવ્ય વિધાન જાણવાના ભાવવિધાન સાધી.” આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દ્રવ્ય વિધિવિધાનની અનુષ્ઠાનમાં સફળતા જોઈતી હોય તો ભાવવિધાન અત્યંત આવશ્યક છે. એ વિષય વાચકવર્ગને યથાર્થ રીતે સમજાય તે માટે ભાવવિધાનના યંત્રનું આલેખન કરાવી તે પૃ ૧૭૯-૮૨ ઉપર અમે મુદ્રિત કરાવ્યાં છે. ભાવવિધાનના પાઠનો જાપ યોગ્ય રીતે કરી શકાય તે માટે અમે પુનરુક્તિનો દોષ વહારીને પણ પૃ. ૧૮૩-૮૬ ઉપર તે સવિસ્તર જણાવેલ છે. આ ઉપરથી ભાવવિધાનની આવશ્યકતા દયાનમાં આવશે. ૩ર. આભાર દર્શન– નમસ્કારમહામંત્રોપાસક, પરમપૂજ્ય, પંન્યાસ શ્રીભદ્રંકરવિજયજી ગણિવરની સતત પ્રેરણા અને અવારનવારના બહુમૂલ્ય સૂચનેને લઈને જ આ અતિવિકટ અને જટિલ ધ્યાનમાલા” નામક ગ ગ્રન્થનું સંપાદન અમે પાર ઉતારી શકયા છીએ. તેઓશ્રીની ઘણા સમયથી નાદુરસ્ત તબીયત હોવા છતાં આ ગ્રન્થનું કાર્ય જ્યારે જ્યારે તેમની પાસે ધર્યું છે, ત્યારે ત્યારે વિના સંકોચે અને વિના વિલંબે તેમણે તપાસી આપ્યું છે અને અતિ ઉપયોગી સૂચને આપીને આ ગ્રંથને તાવિક બેધથી સભર કરી દીધો છે. તેઓશ્રીના આવા સહદય સહકાર વિના અમારું ગજું નહોતું કે આવા કેટલાય વર્ષો થયાં અણખેડાયેલા માગને નિર્દેશ કરતા ગ્રંથની અમે સમાપ્તિ કરી શક્યા હતા. આથી અમે તેઓશ્રીના અનેક પ્રકારે ઋણે છીએ અને તેમને અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. પૂ. મુનિશ્રી ભુવનવિજયજીના અંતેવાસી, અખંડજ્ઞાનોપાસક મુનિશ્રી જંબૂવિજયજીએ + સ્વરોદયનો ભાગ–આ વિષયમાં યોગી શ્રી ચિદાનંદજી તેમના “અધ્યાત્મ અનુભવ યોગ પ્રકાશ' નામના ગ્રંથમાં પૃ ૧૧૪ ઉપર આ પ્રમાણે દર્શાવે છે : जो कोइ योगकी प्तिद्धि करना चाहे तो प्रथम स्वरोदय अर्थात् स्वरका अभ्यास अवश्यमेव करे , क्योंकी जबतक पूरा पूरा उसको स्वरके तत्वांका ज्ञान न होगा तब तक योगकी सिद्धि कदापि न होगी । આ ઉપરથી સ્વરોદયની આવશ્યકતા પણ સમજાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90