Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 17
________________ [૧૪] તેના ઉપરનો ટબ આ બન્ને-તેમના શબ્દાર્થ, ભાવાર્થ અને સવિસ્તર વિવરણ સાથે-આ પુસ્તકમાં મુખ્ય ગ્રંથ તરીકે પ્રકાશિત કરવામાં આવે છે. ૪. અધ્યાત્મસારમાલાની રચના ધ્યાનમાલા પહેલાં વિ. સં. ૧૭૬૫માં શ્રી નેમિદાસે અધ્યાત્મસારમાલા” નામને ગ્રંથ રચ્યું હતું. તેના ઉપર કઈ એ ટબ રો નથી. એટલે તે ગ્રંથ મૂળમાત્ર રૂપે પ્રસ્તુત પુસ્તકમાં બીજા ગ્રંથરૂપે સામેલ કરવામાં આવે છે. ૫. ગ્રંથયુગલનું પ્રકાશન– આ પ્રમાણે આ પુસ્તકમાં શ્રી નેમિદાસના ગ્રંથયુગલનું પ્રકાશન કરવામાં આવે છે. ગ્રંથયુગલને વિષય “અધ્યાત્મસારમાલા” ને તથા “ધ્યાનમાલાને અનુક્રમે શુદ્ધ આત્મતત્ત્વ વિશે તાત્પર્ય જ્ઞાનને તથા તે પ્રાપ્ત કરવા માટે યોગક્રિયાને લેવાથી બને ગ્રંથરત્નો એકબીજાની પૂરવણ રૂપે છે, તે વાચકના ધ્યાનમાં આવશે. ૬. ધ્યાનમાલાનું વિવરણ શા માટે પહેલું ?— અધ્યાત્મસારમાલાના ગ્રંથ ઉપર વિવરણ કરીને ધ્યાનમાલાનું સંપાદન છે અને એ હાથમાં લીધું હતું, તે શ્રી નેમિદાસે ગ્રહણ કરેલા માર્ગ ઉપર જ અમારું પ્રયાણ થાત અને કદાચ ધ્યાનમાલાને ગ્રંથ વિશેષ સારી રીતે સમજી શકાત, પરંતુ અધ્યાત્મસારમાલા ઉપર કોઈ ટબ નહીં હોવાથી અને ધ્યાનમાલાને ગ્રંથ આચાર્ય શ્રી જ્ઞાનવિમલ સૂરિએ સુગમ કરી દીધેલ હોવાથી તેનું સંપાદન પહેલાં ગ્રહણ કર્યું. ૭. નામકરણ– - પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલાનું નામ ગ્રંથને અંતે કલશની છેલી કડીમાં દર્શાવ્યા પ્રમાણે થાનમાલા” છે અને અપર નામ જે “અનુભવ લીલા” તે તે કલશની કડએમાં સાંકેતિક રીતે ગૂંથાયેલું માલુમ પડે છે. પ્ર. વેલણકર પણ તેમના જિનરત્ન કોષ નામના કેટલોગમાં તે કૃતિને “ધ્યાનમાલા” ના નામથી ઉહિલખિત કરે છે. તેમજ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ પણ તેમના “જૈન ગૂર્જર કવિઓ” ના ત્રીજા ભાગના ખંડ બીજામાં (પૃ. ૧૪૧૩ પર) આ રાસનું નામ “ધ્યાનમાલા” દર્શાવે છે. ત્યારે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ કૃતિનું નામ “પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા” કેણે રાખ્યું હશે ? એ હકીકત છે કે પ્રસ્તુત ગ્રંથમાં પંચપરમેષ્ઠિ અને મંત્રરાજના ધ્યાન વિષે લંબાણથી નિરૂપણ થયું છે. કેટલીએક પ્રતે પણ સદરહુ વિશેષણે સહિતના નામવાળી પ્રાપ્ત થાય છે. (જુઓ અનુક્રમણિકા–“ઉપગમાં લેવાયેલી હસ્તલિખિત પ્રતિઓની યાદી ના શીર્ષક નીચે ) આ ઉપરથી એવું અનુમાન થઈ શકે છે કે “પંચપરમેડિ” અને “મંત્રરાજ” ના દાનની મુખ્યતા દર્શાવવા કેઈએ “ધ્યાન” શબ્દ પહેલાં તે શબ્દ તે કૃતિના નામમાં ઉમેરી દીધા હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90