________________
[૧૨ ] ધ્યેય સ્વરૂપ શ્રી પંચપરમેષ્ટિનું વર્ણન કરેલું છે. ધ્યાનનો વિષય જ્યારે પંચપરમેષ્ઠિ ભગવંતે બને છે, ત્યારે ચિત્ત ઉત્કૃષ્ટ વિશુધિને અનુભવે છે અને એકાગ્રતાનું કાર્ય સરળ બને છે. એય તરીકે શ્રી પંચ પરમેષ્ઠિનું આલંબન “પુણાલંબન' છે, તે વડે ધ્યાતા સ્વયં દયેયરૂપ બની જાય છે. પુષ્ટાલંબનને અર્થ જ એ છે કે થાતાને જે સ્વરૂપ પામવું ઈષ્ટ છે તે સ્વરૂપને જેઓ સ્વયં પામેલા છે અને તે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત જ છે, બીજા નહિ.
આ ગ્રન્થની સાત ઢાળમાં કવિએ ધ્યાન સંબંધી વિજ્ઞાન હદયંગમ શૈલીમાં વર્ણવી બતાવ્યું છે. ધ્યાનને વિષય અતિગંભીર છે, ગીપુરુષોને પણ અગમ્ય છે. તેનો સાર આ નાનકડા ગ્રન્થમાં અતિ અભુત રીતે સરળ ગુજરાતી ભાષામાં પદ્યાત્મક રીતે ઉતારીને કવિએ પિતાની કીર્તિને દિગતવ્યાપી બનાવી છે, એટલું જ નહિ પણ શ્રાવકપણામાં રહીને ગુરુભક્તિ દ્વારા ધ્યાનમાર્ગ માં પણ અત્યુચ્ચ કેટિને વિકાસ સાધી શકાય છે, તેની પ્રતીતિ કરાવી આપી છે. ગ્રન્થ ઉપર ટબ કરી આપીને શ્રી જ્ઞાનવિમલસૂરિ જેવા પ્રસિધ્ધ આચાર્ય ભગવંતે તેના પર શાસ્ત્રાનુસારિતાની મહેર છાપ મારી આપી છે. જૈન સાહિત્ય વિકાસ મંડળે આ ગ્રન્થને પરિશ્રમપૂર્વક સંપાદિત કરીને એવી રીતે પ્રકાશિત કર્યો છે કે ધ્યાનના અભ્યાસીવર્ગને ધ્યાનમાર્ગમાં પ્રગતિ કરવા માટે આવશ્યક સામગ્રી એક જ સ્થળે મળી રહે અને શ્રી પંચપરમેષ્ઠિ આદિ પરમ તત્ત્વોના વિધિયુકત ધ્યાન વડે તે આત્મવિકાસ સાધી શકે.
શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ આવાં અનેક ઉપયેગી પ્રકાશનો વડે શ્રી જૈન સંઘની સેવા કરવામાં વધુ ને વધુ ઉત્સાહી બને અને ગ્રન્થના વાચકો તેના સ્વાધ્યાયાદિ દ્વારા અધિકાધિક આત્મવિકાસ સાધે, એજ એક મન કામના.
પિંડવાડા, રાજસ્થાન. વિ. સં. ૨૦૨૭, ધનતેરસ.
પં. ભદ્રકરવિજય ગણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org