Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 14
________________ [૧૧] ચોગ છે, પછી તેનું આલંબન ચૌદ પૂર્વ બને કે તેના સારરૂપ એક નવકાર બને. એ દ્રષ્ટિએ નવકાર, નવપદ, ચૌદપૂર્વ કે તેમાંનું કેઈ એક પદ પણ સમાન કાર્ય કરે છે; અને તે કાર્ય તે શુભાસ્ત્રવ, સંવર અને નિજ રારૂપ છે. જૈન શાસનમાં મેક્ષ માગ સંવર અને નિર્જરારૂપ કહ્યો છે. તેનું પ્રધાન સાધન તપ છે અને તપનું પણ પ્રધાન અંગ ધ્યાન છે. તેથી ધ્યાન એ મોક્ષને પરમ હેતુ છે. શ્રી તત્ત્વાર્થસૂત્રકાર ફરમાવે છે કે તપવડે સંવર અને નિર્જરા થાય છે.+ સંવર વડે અભિનવ કર્મને ઉપચય રેકાય છે અને નિજ૨ વડે ચિરંતન કર્મને ક્ષય થાય છે. ધ્યાન એ મેક્ષનો હેતુ છે, પણ તે સુવિશુધ હેવું જોઈએ. મન:શુદ્ધિ રહિત તપ કે ધ્યાનના બળે કવચિત અભવ્યને પણ નવમા પ્રિવેયક પર્વતની ગતિ સંભવે છે, પણ મોક્ષરૂપ ફળ મળતું નથી. મુકયર્થક કોઈ પણ અનુષ્ઠાન ચિત્તની શુદ્ધિ માગે છે. નવકારવડે યા ચૌદપૂર્વના કોઈ પણ પદના આલંબનવડે ચિત્તશુદ્ધિ અને એકાગ્રતા થતી હોવાથી તેને નિર્મળ ધ્યાનયોગનું નામ આપી શકાય છે. વિશુદ્ધ અને એકાગ્ર એવું ચિત્ત તે જ ઉત્તમ ધ્યાન છે. મોક્ષદાયક ઉત્તમ ધ્યાનની બે શરત છે.– એક તે ચિત્તની વિશુદ્ધિ અને બીજી ચિત્તની એકાગ્રતા. વિશુદ્ધિને હેતુ ભાવના દ્વારા સધાતી “સમતા” છે અને એકાગ્રતાનો હેતુ અભ્યાસ દ્વારા સધાતી “સ્થિરતા છે. રાગાદિ દોષ આત્મસ્વરૂપનું તિરોધાન કરે છે, તેને વિરાગ્ય ભાવના વડે દૂર કરી શકાય છે અને રાગદ્વેષના હેતુઓમાં પણ માધ્યધ્યભાવરૂપ પરમ ઔદાસીન્ય કેળવી શકાય છે. એકાગ્રતા માટે આત્મજ્ઞાનના પુનઃ પુનઃ અભ્યાસની આવશ્યકતા રહે છે. સ્વસંવેદન જ્ઞાનવડે તે અભ્યાસ જ્યારે થિરતાને પ્રાપ્ત કરે છે, ત્યારે આત્મનિશ્ચય દઢ થાય છે અને આત્મસ્વરૂપથી ભિન્ન એવાં આવારક કર્મો ક્ષય પામે છે. મુમુક્ષુ આત્માઓનું પરમ કર્તવ્ય નિર્મળ એવા ધ્યાનયેગનો આશ્રય લે તે છે. વિશુદ્ધ અને એકાગ્ર એવું ચિત્ત તે ઉત્તમ સ્થાન છે. “ શ્રી પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાળા” એ નામના આ ગ્રન્થરત્નમાં ચિત્તને નિર્મળ અને એકાગ્ર કરવાના વિવિધ ઉપાય બતાવ્યા છે. પ્રત્યેક કાર્ય તેની સામગ્રી સહિત જ ફળ આપે છે. ધ્યાનરૂપી કાર્યની મુખ્ય સામગ્રી ધ્યાતા, ધ્યેય, ધ્યાન અને તેના ફળની વિચારણું છે. આ ગ્રન્થમાં તેની અનુભવ, યુક્તિ અને શાસ્ત્રાનુસારી વિસ્તૃત વિચારણું છે. ઉત્કૃષ્ટ ધ્યેય તરીકે શ્રી પંચપરમેષ્ઠિ મંત્રરાજનું વર્ણન મુખ્ય હોવાથી ગ્રંથનું નામ “શ્રી. પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાળા ” પડ્યું છે. તેમાં ધ્યાનના સર્વ અંગોની વિચારણા સાથે મુખ્ય અંગ તરીકે * ध्यानस्य सर्वेषां तपसामुरि पाठो मोक्षसाधनेष्वस्य प्राधान्यख्यापनार्थः । એગશાસ્ત્ર, પ્ર. ૪, ટીકા. + તપના નિર્જરા ના તત્વાર્થસૂત્ર અ. ૯, સૂત્ર ૩. x विशुद्ध च यदेकाग्रं चित्तं तद् ध्यानमुत्तमम् । ઉપમિતિભવપ્રપંચકથા પ્ર. ૮, ક્લે. ૭૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90