Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 16
________________ પ્રા ક ક થ ન ૧. પુસ્તિકાની પ્રાપ્તિ– નમસ્કાર મહામંત્ર પાસક પૂજ્યપાદ પંન્યાસ શ્રી ભદ્રકવિજયજી ગણિવર વિ. સં. ૨૦૧૨ની સાલમાં જામનગરમાં બિરાજતા હતા. તે વખતે તેમના શિષ્ય મુનિ શ્રી કુંદ. કુંદવિજયજીએ ભીમશી માણેક તરફથી પ્રકાશિત થયેલી એક પુરાણ પુસ્તિકા મને આપી. તેમાં ત્રણ ગ્રંથ સાથે બાંધેલા હતા. (૧) સવદયજ્ઞાન (૨) પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા અને (૩) પુદગલ ગીતા. આમાં ધ્યાનમાલાને જે બીજે ગ્રંથ છે તે સવિસ્તર વિવરણ પૂર્વક સંપાદિત કરી છપાવાય તો ભજનને ઉપકારક નીવડશે એમ કહી તે વિષે તેમણે ખાસ ભલામણ કરી. ૨. ગ્રંથના વિવેચન માટે ટબાને ઉપગ-- તે વખતથી કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ વિરચિત “પંચપરમેષ્ઠિ મંત્રાજ ધ્યાનમાલા” ને સ્વાધ્યાય અમે આદરી દીધે. લગભગ આખા ગ્રંથનું વિવરણ તૈયાર કરાયું પણ પૂજ્ય મુનિશ્રી ભુવનવિજયજીના અંતેવાસી મુનિશ્રી જ બૂવિજયજીને તે બતાવતાં તેઓશ્રી તરફથી આ વિવરણને પ્રગટ કરતાં પહેલાં વિશેષ પ્રયત્નની સલાહ મળતાં, નવેસરથી વિવરણ માટે પ્રયાસ આદર્યો. અઢારમી સદીના ધ્યાનાભ્યાસ, પવનાભ્યાસ અને સ્વરોદયની પ્રણાલિકાએ હાલ ચાલુ ન હોવાથી, પ્રસ્તુત ગ્રંથ તેના મૂળ સ્વરૂપમાં સમજ બહુ કઠિન થઈ પડે છે, તેથી તે ભારેખમ તથા જટિલ લાગે છે. પરંતુ ત્યાર પછી તેના ઉપર શ્રી જ્ઞાનવિમલસૂરિના ટબાના પાઠાંતરો લઈને તેને મૂળ કૃતિ સાથે સ્વાધ્યાય શરૂ કરતાં તે વિષય ગહન હોવા છતાં જેમ જેમ તેમાં પ્રવેશ થવા લાગ્યો તેમ તેમ સુધ અને રુચિપષક જણાયા. ૩. ભક્તકવિના ગ્રંથ ઉપર ગુરુદેવને – વિ. સં. ૧૭૬૬માં ભક્તકવિ શ્રી નેમિદાસે “પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા” નામને એક રાસ ગુજ૨ ભાષામાં રચ્યો, તેના ઉપર તેમના ગુરુવર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિ જીએ બાલાવબોધ માટે પ્રસ્તુત ભાષામાંજ ટબાથે લખ્યો. તે એક અતિ વિરમયકારક અને બને-ગુરુ તથા ભક્ત-ના માહાભ્યામાં વૃદ્ધિ કરે તેવી ઘટના છે. પ્રસ્તુત રાસ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90