Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu Author(s): Ratnachandra Muni Publisher: Jain Siddhant Sabha View full book textPage 7
________________ પ્રસ્તાવના. નીતિ માર્ગાનુસારી એટલે નીતિના માર્ગને અનુસરનાર. એટલેકે માણસાઈવાળા અથવા મનુષ્યપણાના આચારવાળા માણસ. શ્રી. હરિભદ્રસૂરીએ ગૃહસ્થના સામાન્ય ધર્મ ને અનુસરવા માટે જે બાલ, નિયમે લખ્યા છે તે લગભગ ૪૪ છે. જ્યારે એના ઉપરથી શ્રી. હેમચંદ્રાચાયે પાંત્રીશની સંખ્યા નિયત કરેલી છે. એ પાંત્રીશ બાલ જુદે જુદે ઠેકાણે પ્રચાર પામ્યા છે તેમાં દરેકે એક સરખા એ બાલ સંગ્રહ્યા નથી. પરંતુ તેમાં સ્વમતિ અનુસાર યોગ્ય ફેરફારો મૂળ અને વિવેચનમાં કર્યા જણાય છે. આ પુસ્તકમાં શ્રી. હેમચંદ્રાચાર્યના યોગ શાસ્ત્રમાં આપેલા શ્લોકો લઈ તે ઉપર વિવેચન કરેલ છે. પ્રથમ જ્યાં મૂળ જ ન હોય ત્યાં શાખા, પ્રતિશાખા કયાંથી હોય? ન જ હોય. તેજ પ્રમાણે મનુષ્ય જન્મ તો મળ્યો પણ માણસાઈ કે મનુષ્યપણાના ગુણા, લક્ષણો કે આચારજ ન હોય ત્યાં નીતિ ન હોય. જ્યાં નીતિ ન હોય ત્યાં ગૃહસ્થાશ્રમની ફરજો બરાબર પાળી શકાયજ નહિ. જ્યાંસુધી માણસાઈ કે સંપૂર્ણ નીતિ માણસમાં ન આવે ત્યાંસુધી સમ્યકત્વની પ્રાપ્તિ ન હોય. સમ્યકત્વની પ્રાપ્તિ સિવાય આવક કુળમાં કે જન કુળમાં અવતરેલ હોવાથી ફકત નામનાજ જૈન કે આવક કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 148