Book Title: Navyugno Jain Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jyoti Karyalay View full book textPage 9
________________ જનસ્વભાવનું અવલોકન કરવું એ પણ પિતાનાં દ્રષ્ટિબિન્દુ ઉપર આધાર રાખે છે. આપણું દ્રષ્ટિબિન્દુ વિશાળ હોય કે સંકુચિત હોય તે ઉપર આપણ અવલોકનના પરિણામ આવે છે. મેં અમુક દ્રષ્ટિબિન્દુથી વર્તમાન પરિસ્થિતિને જોઈ છે અને એની ભવિષ્યની દિશા જે લાગી તે અત્રે નોંધી છે. નવયુગમાં જૈન સમાજના પ્રશ્ન ખૂબ સંકીર્ણ થવાનો સંભવ છે અને પ્રત્યેક પરિસ્થિતિ અન્ય પરિસ્થિતિ પર પિતાની છાયા નાખવાની છે, એટલે જે પરિણામે આવવાનાં છે એમ દેખાય છે તેજ આવશે એ દાવો કરે છે તે ધૃષ્ટતા કહેવાય, પણ તેટલા ખાતર આપણું અવલોકનને સંગ્રહ ન કરવો એ વાત કાંઈ યોગ્ય ન ગણાય. દાખલા તરીકે રાષ્ટ્રભાવના કે જ્ઞાતિસંસ્થાનું ભવિષ્ય મેં મારી નજરે લખેલ હોય અને તે મારા અવલોકનનું પરિણામ હેય, છતાં નવયુગમાં એ તદન જૂજ ઝેક લે, એ તદન બનવા જોગ છે, અને તેમ થાય, તે તેની અસર આપણ અનેક સંસ્થા પર જરુર થાય જ તેમ હોવાથી, અહીં જે વિચાર સંગ્રહ કર્યો છે તે સામગ્રી સમીકરણ તરીકે ઉપયોગી થાય તે પણ યુક્ત જ છે. વર્તમાન અવલોકનનાં પરિણામો જેવાં સૂઝયાં તેવાં આળેખ્યાં છે તેની સાથે યોગ્યતાને વિચાર કરવાનું રહેતું નથી. આખા સમાજના પ્રકને આવે ત્યાં એના ગુણદોષ પર વિચાર કરનાર એક વ્યક્તિ કોણ માત્ર? પણ જેવું થશે એમ લાગ્યું તે સંગ્રહીત કરવાનું સકારણ ગ્ય લાગ્યું છે. સર્વ પ્રશ્નો નવયુગને નવયુવક વિચારતા હોય તે દ્રષ્ટિએ તેના મુખમાં મૂકેલ છે. એ અવલોકનની જવાબદારી તે લેખકની જ છે, પણ તેનું દ્રષ્ટિબિન્દુ નવયુવકની વિચારધારાને માર્ગે ચાલતું સતત જોવામાં આવશે. પ્રેરણું માટે આપણે ભૂતકાળ તરફ ભલે નજર કરીએ, પણ પરિણામ માટે તે ભવિષ્યકાળ તરફજ નજર રાખવી રહી. એમ કરવામાં જે સમાજ બેદરકાર રહે છે તેની પ્રગતિ કાં તે સંકુચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 394