________________
આકાશને માપવા જેવું, તારલાને ગણવા જેવું, સાગરનો તાગ કાઢવા જેવું અને તેના બુંદ ગણવા જેવુ કઠિન છે.
નવપદની સમ્ય આરાધનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ સાથે આ લોક અને પરલોક બન્ને સુધરી જાય છે જે રીતે મયણા અને શ્રીપાલરાજા એ આરાધના કરી દેહનું આરોગ્ય, ચિત્ત ની પ્રસન્નતા અને ભાવિમાં સિધ્ધિ સુખની પ્રાપ્તિ નિશ્ચિત કરી લીધી આ નવપદમાંનું એકપણ પદ ઉપેક્ષાવાળું બની જાય તો તે વાસ્તવિક મોક્ષરુપ ફલને આપવા અસમર્થ બને છે. આજ ધનની લાલચે ધર્મ ભૂલાવ્યો છે ધર્મ પર પ્રિતિ જાગે અને ધન પર નફરત જાગે તો જ સત્વશાલી પ્રગતિના પંથે પ્રયાણ કરી શકે. આવું સત્વ ખીલવવા માટે પૂર્વ મહાપુરુષોએ સ્વાર કલ્યાણાર્થે નવપદના ગુણો દર્શાવતા ચૈત્યવંદન સ્તુતિ સ્તવનો આદિની અનુપમ રચનાઓ કરી મહા ઉપકાર કર્યો છે તેનો વિવિધ ગ્રંથાલયોનો સહારો લઈ અપ્રમત્ત સ્વાધ્યાય રસિક વર્ધમાન તપોનિધિ આચાર્ય શ્રી અમિતયશ સૂરિ એ સંગ્રહ કરી નવપદ મંજૂષા રુપે વર્ષો ની હેમતે પ્રગટ કરી પામર જીવોને પરમાત્મા બનવા માટે કલ્યાણ કેડી કંડારી છે !
સહુ કોઈ કલ્યાણાર્થી બની આ નવપદ મંજુષાનો સદુપયોગ કરી સંગ્રહ કરનારનો પરિશ્રમ સફળ કરે એજ .......
અંતર ઝંખનામારી
દક્ષિણ કેસરી સ્વ. પૂ. આ.ભ. શ્રી સ્થૂલભદ્રસૂરિ શિશુ કલ્પયશસૂરિના ધર્મલાભ
કt *
નવપદ આરાધતે, મયણા ઔર શ્રીપાલ, કુષ્ઠ રોગ સે મુક્ત બને, પાયા પદ ભૂપાલ; અહીં સિધ્ધ સૂરીસ પાઠક, સાધુપદ ગુણખાણ, દર્શન જ્ઞાન ચારિત્ર, તપ સેવતા કલ્યાણ;