________________
પાણીમાં ઝબોળ્યા. ફરી કરુણા ઉત્પન્ન થવાથી પાણીની બહાર કાઢયા. આ સર્વ હકીક્ત પોતાની રાણી આગળ રાજાએ કહી. ત્યારે રાણીએ સમજાવ્યું કે બીજા સામાન્ય પ્રાણીને હેરાન કરવાથી દુઃખો ભોગવવા પડે છે તો પછી એક મહામુનિને હેરાન-પરેશાન કરી કષ્ટો આપવાથી તો નરકગતિનાં ભયંકર દુઃખો ભોગવ્યા વિના છૂટકો ન થાય. મુનિની વિરાધના બોધિદુર્લભ પણાને પ્રાપ્ત કરાવે છે. આ સાંભળી બોધ પામેલા રાજાએ પ્રાયશ્ચિત કરવા પૂર્વક પોતાના પાપની આલોચના કરી. કરી કોઈક વાર નિમિત્ત પામીને મુનિ જોતાની સાથે તરત જ સુભટોને કહ્યુ છે. આ ચાંડાલને નગર બહાર કાઢો. આ પ્રમાણે રાજાનાં આદેશથી મુનિને નગર બહાર કાઢતા હતા. તેટલામાં શ્રીમતિ રાણીએ જોયું અને કહ્યું. તમારા પોતાનાં વચનને પણ પાળતા નથી અને ઠપકો આપી, મુનિને પાછા બોલાવી વંદના કરવા પૂર્વક ક્ષમાપના કરી.
શ્રીમતી એ મુનિને પૂછયું. હે પ્રભુ અજ્ઞાનપણે રાજાએ જે પાપ કર્યા છે તેનું પ્રાયશ્ચિત બતાવો. જેથી રાજા પાપથી શીઘ મુક્ત થાય ત્યારે મુનિએ કહ્યું કે. મહાપાપનું શું પ્રાયશ્ચિત હોય ? તો પણ અતિ ઉલ્લાસ હોય તો નવપદની વિધિપૂર્વક આરાધનાથી પાપકર્મોથી મુક્ત થવાય છે. ત્યારે રાજાએ વિધિપૂર્વક તપની અને સિદ્ધચક્રજીની આરાધના કરી. આરાધના તેમ જ ઉદ્યાપનમાં રાણીની ૮ સખીઓએ અનુમોદના કરી અને ૭૦૦ સેવકો રાજા ના તપની અનુમોદના કરીને ૭૦૦ સુભટો એક વખત સિંહરાજા સાથે યુદ્ધ કરતા મૃત્યુ પામ્યા, અને અહિં ૭૦૦ કોઢિયા તરીકે ઉત્પન્ન થયા, તે સાધુ ને કરેલા ઉપસર્ગ ના પાપ નુ ફલ છે. શ્રીકાંત રાજા સિધ્ધ ચક્રની આરાધનાના પ્રભાવ થી તું શ્રીપાલ તરીકે ઉત્પન્ન થયો અને સાધુની આશાતના ત પાપથી કોઢિયા પણ, પાણીમાં ડુબવુ, ડુમ્બ પણ પ્રાપ્ત થયુ. આબધી રિદ્ધિ-સિદ્ધિ સિદ્ધચક્રના પ્રભાવ થી મલી છે, શ્રીમતી રાણી તે પટ્ટરાણી મયણા સુંદરી અને તેની ૮ સખીયો તે અનુમોદનાના પ્રભાવ થી તારી ૮ રાણી થઈ છે. તપની પ્રસંશા થી કોઢિયા નિરોગી થયા છે. વળી પૂર્વભવનો વૈરી સિંહરાજા તે હું અજીતસેન રાજા બાળપણમાં તારું રાજ્ય હરનારો થયો. પૂર્વભવનાં અભ્યાસથી અહીં ચારિત્ર મેળવી નિરતિચાર ચારિત્રનાં પાલનથી અવધિજ્ઞાન પામીને હું વિહાર કરતાં કરતાં અહીં આવ્યો છું. જેણે જેવા પ્રકારનું કર્મ કર્યું હોય તેને તેવા
39).