________________
તે તુજ શત્રુ રાજ કરે છે, હજી તે ગર્વિત થઈને
શક્તિ બતાવી રાજ લ્યો પાછું, તેહની સાથે લડીને રે. શ્રીપાલ... II શ્રીપાલ કહે છે યુદ્ધ ન કરશું, પ્રેમથી જો તે જીતાશે, ચતુર્મુખ દૂતને શીખ દઈને, મુક્યો અછતની પાસે રે... શ્રીપાલ.... ૩
દૂત જઈ રાજાને કહે છે, મુક્યો શ્રીપાલને ભણવા,
ભણી ગણીને તે તુજ પાસે, આવે છે રાજ કરવા રે. શ્રીપાલ..... ૪|| રાજ રાજેશ્વર સૌ કોઈ આવ્યાં, તમે કેમ નાવ્યા નમવા, અછત કહે છે હું પણ આવીશ, નમવા નહિ યુદ્ધ કરવા રે...શ્રીપાલ.... આપા
દૂત આવી કહે વચન અછતનાં, સુણી શ્રીપાલ તે કડવા,
સૈન્ય સજ કરીને તે આવે, રણભૂમિ પર લડવા રે.. શ્રીપાલ.... દા જીત થઈ શ્રીપાલની ત્યારે, અછત મનમાં વિચારે, કોઈ ન કરે તે પાપ ક્યું મેં, શરણ થશે કોણ મારે રે.... શ્રીપાલ... શા
વૈરાગ્ય રંગે ચારિત્ર લીધું, શ્રીપાલ નમે મન ભાવે, અજીતસેન મુનિનાં ગુણ ગાવે, હેમ નવપદ મન બાવે રે..
શ્રી પાલને મહિસાગર કહે છે.. 'ટા
(૧૦).
(રાગ : અબ તેરે સિવા કૌન મેરા) શુદ્ધ ચારિત્ર પાળે જીવોને તારે, વિચરતા અજીતસેન મુનિ ચંપા પધારે, ગુર આવ્યા જાણી શ્રીપાલ આનંદ પાવે, જઈ માતા પ્રિયા સાથે કરે વંદના ભાવે સુણી દેશના પૂછે નિજ કર્મ તે વારે...
વિચરતા... II૧ થયો રોગ બાલપણે ક્યાં કર્મથી મને, પડો જલમાં ચડશું કલંક કેમ ડૂબનું મને,
વળી રાજઋદ્ધિ પામ્યો હું કેમ અત્યારે... વિચરતા.. રા. મુનિ કહે છે સુણજો કથા પૂર્વભવની, શ્રીકાંત ભવે હિંસા કરી બહુ જીવની, શ્રીમતિ પ્રિયા હિંસાથી નિત્ય નિવારે...
વિચરતાકા. શ્રીકાંત ભવે સાધુને ખૂબ સતાવ્યા, બોલાવી રાણી વયણે મુનિવરને ખમાવ્યા સિદ્ધચક્રનો મહિમા મુનિ કહે છે તે વારે.... વિચરતા... I૪ તેં ગામ ભાંગ્યુ મારું શ્રીકાંત ભવમાં, તેથી રાજ લીધું તારું મેં બાળપણમાં, બાંધેલ કર્મો ઉદયમાં આવ્યા અત્યારે..
વિચરતા... પા. સુખી થયો શ્રીકાંત ભવે ધર્મ કરીને, નવપદનાં ગુણ ગાવે હેમ હર્ષ ધરીને, સિદ્ધચકની સાચી સેવા કર્મ વિદારે.... | વિચરતા... દા
-18)