________________
પ્રથમ ચોવીથી પ્રથમ ચોવીશીમાં શ્રી સિદ્ધચક યંત્રની વિધિ સંબંધી વાત કરવામાં આવી છે. શ્રી સિદ્ધચક યંત્રના કેન્દ્રમાં અહમ બીજ આવેલ છે. જે ઓમ, રીમ, અનાહત ને સ્વરથી વીંટળાયેલું છે - એની અટ કર્ણિકામાં આઠ પદ આવેલા છે.
બીજાં વલયમાં સ્વર વર્ગ આવેલા છે. સપ્તાક્ષરી મંત્ર અર્થાત નમો અરિહંતાણ આવેલ છે.
ત્રીજા વલયમાં ૪૮ લબ્ધિ અને અનાહત નાદ આવેલ છે. ચોથા વલયમાં ગુરુપાદકા આવેલી છે.
ત્યારબાદ સાડાત્રણ રેખાથી યંત્રને વીંટવામાં આવ્યું છે. જેમાં રીમ (હ) થી શરૂઆત થાય છે, કોંથી અંત આવે છે.
પછીના વલયમાં જ્યાદિ દેવીઓ, સિધ્ધચકના રક્ષકો વિમલવાહનાદિ દેવો આવે છે. ૧૬ વિદ્યાદેવીઓ, ૨૪ યક્ષ-૨૪ યક્ષિણી ૪ વીર- ૪ દ્વારપાલ ૧૦ દિપાલ, નવગ્રહ, નવનિધિ વગેરે આવે છે.
આ મંડળનું જે આરાધના કરે છે તેને સર્વ સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ મંડળ તે જિન શાસનનું રહસ્ય છે.
આ જ દેવ તે પરમ પદ છે અને આની આરાધના જ ઉત્તમ આરાધના છે. સુગંધીત ધૂપ પુષ્પ ને અક્ષતથી પવિત્ર બનેલ આત્મા એક લાખ જાપ કરે તો તેને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ મહામંત્રની સિદ્ધિથી સિધ્ધચક્રના અધિષ્ઠાયક વિમલવાહન દેવ વાંછીત પૂરણ કરે
શાન્તિ અને પુષ્ટિ માટે સફેદ વસ્ત્ર માળા અને સફેદ આહાર લેવો જોઈએ. સ્તંભણ કાર્યમાં પીળોરંગ વાપરવો. ઉચ્ચાટનમાં કાળો રંગ જોઈએ.
શાંતિ કર્મ માટે- ૩ હીં અહં નમ: થી આપણા આખા શરીરમાં અમૃતનો સ્ત્રાવ થઈ રહ્યો છે; તેવી કલ્પના સાથે જાપ કરવો જોઈએ
આહવાન: સ્થાપન, સંનિધાન, રોધન, પૂરકથી કરવું જોઈએ, લેખન અને પૂજન કુંભકથી કરવું જોઈએ. વિસર્જન રેચકથી કરવું જોઈએ.
જુદા જુદા મંત્રોના જાપ પણ યંત્રમાં દર્શાવેલા છે. દિશા-કાળ મુદ્રા ને વિધિ સહિત જો આ જાપ કરવામાં આવે તો સિદ્ધચક અવશ્ય વાંછીત ફળ આપે છે.
ઉપર પ્રમાણેનું વર્ણન પ્રથમ ચોવીશીના ચોવીશ લોકમાં કરવામાં આવ્યું છે.
600.