________________
તે જ સમય શ્રીપાલ માતા અને પ્રિયાની વાત સાંભળી તે પ્રત્યક્ષ કરવા માટે દ્વાર ખખડાવ્યું અને કહ્યુ દ્વાર ખોલો.. ત્યારે કમળપ્રભાએ કહ્યુ. આ મારાં પુત્રનો અવાજ છે. મયાણાસુંદરી પણ બોલી કે જિનેશ્વર ભગવંતનો મત અન્યથા થાય નહિ. આ પ્રમાણે કહી બારણું ખોલ્યું. શ્રીપાલકુમાર અંદર જઈ માતાના ચરણકમળમાં પ્રણામ કર્યા અને પત્નીને પ્રેમપૂર્વક બોલાવી. પોતાનાં ખભા ઉપર માતાને અને પત્નીને હાથ ઉપર બેસાડી છાવણીમાં લાવીને પોતાની સર્વ હકીકત કહી. ત્યારબાદ ૮ રાણીઓ કમળપ્રભાને નમી ત્યારબાદ મયણાસુંદરીને પ્રણામ કર્યા અને આશીર્વાદ મેળવ્યા.
ત્યારબાદ શ્રીપાલકુમારે પ્રણામ કર્યા પૂછ્યું કે તારા પિતાને અહીં કેવી રીતે બોલાવુ ? મયણાએ કહ્યુ કે - ખભે કહાડો મુકીને બોલાવો. શ્રીપાલકુમારે દૂત દ્વારા કહેવડાવ્યુ ક તમારુ અને નગરનુ ક્ષેમકુશળ ઈચ્છતા હો તો ખભે કુહાડો મુકી મારી પાસે હાજર થાઓ. દૂતના વચન સાંભળી રાજા અત્યંત કોપાયમાન થયો.. ત્યારે મંત્રીએ મધુર વચનો દ્વારા સમજાવ્યુ કે બળવાન સામે બાથ ભીડાય નહિ. તેની સાથે યુદ્ધ કરવાથી નુકશાન થાય શરણ સ્વીકારવુ હિતાવહ છે. વિચારણાને અંતે રાજા ખભે કુહાડો લઈ આવ્યા અને શ્રીપાલકુમારને નમસ્કાર કરે છે. તે સમયે શ્રીપાલ રાજા તેની પાસેથી કુહાડો લઈ સિંહાસન પર બેસાડે છે. ત્યારે મયણાએ નમસ્કાર કરી કહ્યુ - હે પિતાજી ! કર્મે જે પતિ આપ્યો હતો તે આ પુરુષોત્તમ છે. તે સમયે બન્ને રાણી તેમ જ અનેક સ્વજનો મળેલા હોવાથી મનોરંજન અર્થે રાજાએ નાટક કરવા માટે આજ્ઞા કરી તે વખતે મુખ્ય નટી ઉઠતી નથી. છતાં સૂત્રધારની પ્રેરણાથી નિસાસા નાંખતી ઉભી થઈ અને એક પદ બોલે છે...
કિહાં માલવ કિહાં શંખપર કિહાંબબ્બર કિહાં નટ્ટ સુરસુંદરી નચાવીયે દેવ દક્ષયો વિમર‰.... ૧
આ સાંભળી આ નટી કોણ છે એમ શંકા પડવાથી તેને પૂછ્યું કે તું કોણ છે ? ત્યારે તેણીએ કહ્યુ. હું માલવપતિની પુત્રી છું. પિતાએ અરિદમન કુમાર સાથે પરણાવી. પરણીને રાજકુમાર સાથે શંખપુર બહાર આવીને રહ્યા હતા, તે વખતે અન્ય સર્વ સુભટો ગામમા ગયા હતા ત્યારે રાત્રે ચોરોની ધાડ પડી. મારા પતિ મને મુકીને નાશી ગયા. ચોરોએ મને લઈ બબ્બર દ્વીપમાં
37