________________
પ્રકારનાં સુખદુઃખ ના ફળ ભોગવવાં પડે છે. આ પ્રમાણે દેશના સાંભળી આશ્ચર્ય યુક્ત શ્રીપાલ રાજા બોલ્યાં કે હમણાં ચારિત્ર ગ્રહણ કરવાની શક્તિ નથી તો મને ઉચિત ધર્મ બતાવો. ત્યારે મુનિએ કહ્યું હે રાજન ! ભોગ કર્મના ઉદયથી આ ભવમાં તને ચારિત્રનો યોગ નથી. પરંતુ હે રાજન ! નવપદજીની આરાધના કરવાથી નવમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ ઉત્તરોત્તર અધિક સુખ સંપદાવાળા દેવ-મનુષ્યોનાં નવ ભવ પછી મોક્ષ પ્રાપ્ત કરીશ. આ પ્રમાણે મુનિએ કહ્યું અને વિહાર કરી ગયા.
શ્રીપાલ રાજા પણ પોતાની નવ રાણી સાથે નવપદજીની આરાધના કરી અને મયણાસુંદરીના કહેવાથી વિશિષ્ટ આરાધના માટે ઉજમણું કર્યું.
શ્રીપાલ રાજા પણ પોતાની નવ રાણી સાથે નવપદજીની આરાધના કરી અને મયણાસુંદરીના કહેવાથી વિશિષ્ટ આરાધના માટે ઉજમણુ કર્યું.
શ્રીપાલ રાજાનેત્રિભુવનપાલ વિગેરે ૯ પુત્રો, નવ હજાર હાથી, નવ હજાર રથ, નવ લાખ જાતિવંત ઘોડા, નવક્રોડ સૈનિકો હતા. શત્રુરહિત, ન્યાયપૂર્વક, રાજ્યનું પાલન કરતાં નવસો વર્ષ વ્યતીત થયા. ત્રિભુવનપાલ કુમારને રાજ્ય સોંપી નવપદના સ્મરણ પૂર્વક સમાધિ મરણ પામી નવમા દેબવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. નવ રાણીઓ તથા માતા પણ આયુષ્ય પૂર્ણ થયા પછી નવમા દેવલોકમાં દેવ રુપે ઉત્પન્ન થયા. ત્યાંથી અનુકમે ૪ મનુષ્ય ના અને ૪ દેવનાં ભવ કરી મોક્ષે જશે.
આ પ્રમાણે ગૌતમસ્વામી મહારાજે શ્રેણીક મહારાજા આગળ નવપદનો મહિમા વર્ણવ્યો એટલામાં દેશનાને અંતે કોઈએ આવી શ્રેણીક મહારાજાને વધામણી આપી હે ભગવાન મહાવીરસ્વામિ પધાર્યા છે. રાજાએ પણ તેને દાન આપી વિદાય કર્યો. પરમાત્મા મહાવીર પ્રભુ પૃથ્વીતળને પાવન કરતાં. સુરાસુરથી સેવાતાં તે જ ઉધાનમાં સમોસર્યા. સમવસરણમાં રત્નસિંહાસન પર બિરાજ્યાન થઈ પાપનાશક દેશનાનો પ્રારંભ કર્યો. અને શ્રેણીક રાજાનો ભાવ જાણી ભવ્ય પ્રાણીઓનાં હિત માટે નવપદનો મહિમા વર્ણવવા માંડયો તે સાંભળી અનેક ભવ્યાત્મા સિદ્ધચક્રની આરાધનામાં ઉજમાળ બન્યા.
(40