________________
(૨૩) રાગ : આ છે લાલ નવપદ મહિમા સાર, સાંભળજો નરનાર, આ છે લાલ, હેત ધરી આરાધીએ છે, તો પામો ભવપાર, પુત્ર કલત્ર પરિવાર, આ છે લાલ, નવપદ મત્ર આરાધીએ જી-૧ આસો માસ સુવિચાર, નવ આંબિલ નિરધાર, આ છે લાલ, વિધિશું જિનવર પૂજીએ છે,
અરિહંત પદ સાર, ગણણું તેર હજાર, આ છે લાલ, નવપદનું એમ કીજીએ જી-૨ મયણા સુંદરી શ્રીપાળ, આરાધ્યો તત્કાળ, આ છે લાલ, ફળદાયક તેહને થયો છે,
કંચન વરણી કાય, દેહડી તેહની થાય, આ છે લાલ, શ્રી સિદ્ધચક્ર મહિમા કહ્યોજી-૩ સાંભળો સહુ નરનાર, આરાધ્યો નવકાર,
આ છે લાલ, હેત ધરી હૈડે ઘણું છે, ચૈત્ર માસે વળી એહ, નવપદ શું ધરો નેહ,
આ છે લાલ, પૂજે કે શિવસુખ ઘણું જી-૪ ઈણી પરે ગૌતમ સ્વામિ, નવ નિધિ જેહ ને નામ,
આ છે લાલ, નવપદ મહિમા વખાણ્યો છે,
ઉત્તમસાગર શિષ્ય, પ્રણમે તે નિશદિશ. આ છે લાલ, નવપદ મહિમા જાણીએ જી-૫
સમરી મૃતદેવી શારદા, સરસ વચન વર આપે તદા, આંબિલ તપનો મહિમા ઘણો, ભવિજન ભાવ થકી તે સુણો-૧ વિગઈ સકલનો જયાં પરિહાર, અશનમાં પણ ભેદ વિચાર, વિદલ સર્વ તિલ તુવર વિના, અળસી કોદ્રવ કાંગની મન-૨
ખડધાન પંહક દૂકટ ફળ, સર્વ વર્ણજે આંબિલને પર્વ, ઓસામણ સૂંઠ મરીય ને સૂઆમેથી સંચલ રામઠ કહ્યા, અજમાદિક ભેળા રંધાય, તો આંબિલમાં લેવા થાય....૪
જીરુ ભળે તેજેવડી કહી, તે સૂઝે પણ જીરુ નહિ, ગોમૂત્ર વિના અને અણાહાર, તે સવિ લેવાનો વ્યવહાર...૫
)