________________
વેચી દીધી. ત્યાં મહાકાળ રાજાએ મને નાટકો શીખવાડ્યા. અને પોતાની રાજકુમારીને દાયજામાં નવ નાટકો આપ્યાં, તેમાં મને મુખ્ય નદી તરીકે આપી. અહિં મારુ કુટુંબ મને મળ્યું છે અને તમારી સમક્ષ હું નૃત્ય કરી રહી છું. વળી તમે મને પરણાવી ત્યારે મારી મોટાઈથી અને મયણાની વિડંબનાથી ઘણો ગર્વ કર્યો. તે અભિમાનથી મયણાનાં પતિની દાસી થવું પડયું. મયણું જ મહાપુણ્યવાન છે કે જેને પોતાનાં ચરિત્ર વડે પોતાનું કુળ અને શીલ પવિત્ર કર્યું છે. અને હું પાપી કે જેણે કુળ અને શીલનો ત્યાગ કરી, અતિદુઃખ સહન કર્યું છે. મયણાને જૈન ધર્મ કલ્પવૃક્ષની જેમ ફળ્યો છે અને મને મિથ્યાધર્મ વિષવૃક્ષની જેમ ફળ્યો છે. ત્યારે તેનું નટીપણું દૂર કરી રાજાએ અરિદમન કુમારને બોલાવી સુરસુંદરી આપી. ઘણી ઋદ્ધિ સાથે પોતાના દેશ તરફ વિદાય કર્યો. તેણે પણ જનધર્મ અંગીકાર કર્યો. ૭૦૦ કોઢિયા પણ મયણાના કહેવાથી નવપદ આરાધીને રોગરહિત થયા હતા તેઓ પણ શ્રીપાલ રાજાએ પોતાનાં લશ્કર વડે કાકા અજીતસેન સાથે યુદ્ધ કરી કાકા અજીતસેનને જીતીને ચંપાનું રાજ્ય પોતે ગ્રહણ કર્યું તે વખતે વૈરાગ્યથી અજીતસેન રાજાએ પણ ચરિત્ર અંગીકાર કર્યું વિહાર કરતાં અનુફમે ચંપાનગરીમાં પધાર્યા. તે જાણી શ્રીપાલરાજા પોતાના પરિવાર સહ ત્યાં જઈ પ્રદક્ષિણા દઈ, વંદન કરી, દેશના સાંભળવા બેઠા. દેશના બાદ શ્રીપાલરાજાએ પૂછયું હે ભગવાન ! ક્યા કર્મથી મને બાળપણમાં વ્યાધિ થયો ? કયા કર્મથી સમુદ્રમાં ડૂબવું પડ્યું ? કયા કર્મથી ચાંડાલનું કલંક આવ્યું? કયા કર્મથી તે પાપ શાંત થયું ? ક્યા કર્મથી અનેક જગ્યાએ દ્ધિ પ્રાપ્ત થઈ ? તે સર્વ મને ! કૃપા કરી કહો !
ત્યારે મુનિરાજે કહ્યું હિરણ્યપુર નામે નગર છે. ત્યાં શ્રીકાન્ત રાજા અને સત્ય, શીલ વિગેરે ગુણથી અલંકૃત શ્રીમતિ નામે રાણી છે. તે રાજા સોબત કારણે શિકારનાં વ્યસનમાં પડી ગયો. રાણીએ રાજાને આ વ્યસન છોડાવવા ખૂબ પ્રયત્ન કર્યા પણ રાજા માનતા નથી. એક વખત રાજા પોતાનાં ૭૦૦ સુભટો સાથે શિકાર કરવા ગયા છે ત્યાં રસ્તામાં એક મહામુનિ કાઉસગ્ગ ધ્યાને ઉભેલા જોઈ આ રોગી કોઢિયો કોણ છે ? તેને મારો તે સાંભળી આ સુભટોએ મુનિને પીડા કરી. જેમ સુભટો મારે છે તેમ તેમ મુનિ શાન્તરસમાં ઝીલવા લાગ્યા. વળી એક વખત નદી કાંઠે મુનિ ઉભા રહેલા હતા ત્યારે મુનિને કાન પકડી