________________
કોલ્લાગપુરમાં પહોંચ્યા રાધાવેધ સાધી જયસુંદરી સાથે મહોત્સવ પૂર્વક લગ્ન કર્યા. કોલ્લાગપુરમાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરતાં કુમારના મામાને સમાચાર મળ્યા તેથી પોતાનાં નગરમાં શ્રીપાલકુમારને બોલાવ્યા, કેટલોક વખત ત્યાં રહી. પોતાની બધી રાણીઓને બોલાવી ઉજ્જયિની નગરિ તરફ પોતાનાં મામા સાથે ચાલ્યા. માર્ગમાં સોપારક નગર આવ્યું. ત્યાં મહસેન રાજા છે, તેમને રૈલોક્યસુંદરી નામે રાજકુમારી છે. તેણીને દુર સર્પ કરડવાથી મૂચ્છિત થઈ તેને હારનાં પ્રભાવથી ઝેર ઉતારી સચેતન કરી. મૃત્યુના મુખમાંથી બચાવી એટલે રાજાએ આગ્રહપૂર્વક કુંવરીને શ્રીપાલકુમાર સાથે પરણાવી.
આ પ્રમાણે પ્રિયાઓ સાથે પરિવરેલા શ્રીપાલકુમાર પોતાની માને મળવાની આતુરતાથી માલવદેશમાં આવ્યા. ઉજ્જયિની ની બહાર છાવણી નાંખી પડાવ કર્યો. અન્ય લશ્કર આવ્યું છે એમ જાણી માલવપતિએ પોતાનું લશ્કર કિલ્લા ઉપર ગોઠવી કિલ્લાના દરવાજા બંધ કર્યા.
શ્રીપાલકુમાર પોતાની માને મળવાની ઈચ્છાથી હારનાં પ્રભાવથી પોતાની માનાં આવાસે રાત્રીનાં પ્રથમ પ્રહરે આવ્યા. ઘરના બારણાની પાસે ઉભા રહી ઘરમાં રહેલ પોતાની મા અને પત્નીની વાતો સાંભળે છે.
કમળપ્રભા પોતાની પુત્રવધુને કહે છે - હે વત્સા ! કેટલાં વખતથી મારો પુત્ર પરદેશ ગયો છે. તેના કોઈ સમાચાર નથી અને શત્રુ સૈન્ય નગરને ઘેર્યું છે. લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે. કાલે શું થશે એની ખબર નથી તો પણ આ દુઃખી માતા જીવે છે પણ મરતી નથી.
ત્યારે મયણાસુંદરી કહેવા લાગી કે - હે મા કાંઈપણ ભય રાખશો નહિ. નવપદનાં ધ્યાનથી સર્વ પાપો નાશ પામે છે. આજે સાંજે પરમાત્માની પૂજા કરતાં ઉપમા ન આપી શકાય એવો અનુપમ ભાવ ઉત્પન્ન થયો હતો. તેનાથી મને ક્ષણે ક્ષણે કારણ વિના હર્ષ ઉત્પન્ન થાય છે અને તે આનંદ મારા હદયમાં સમાતો નથી. તે કારણથી મારી રોમરાજી પણ વિકસ્વર થઈ રહી છે. વળી ડાબી આંખ, વિ. આખુ ડાબું અંગ વારંવાર ફરકે છે. માટે આજે જ તમારા પુત્રનો મેળાપ થવો જોઈએ તે સાંભળી કમળપ્રભા આનંદિત થઈ કહેવા લાગી કે – હે પુત્રી ! તારી જિહવા સુલક્ષણા છે. માટે એ પ્રમાણે જ થશે.
36)