________________
ભણાવનાર ઉપાધ્યાયને વશ કરી એમની વીણા લઈ તાર તોડી નાંખ્યા, તુંબડું ભાંગી નાંખ્યું દર મહિને સહુ પોતાની વીણા લઈ પોતાની કુશળતા રાજપુત્રી સમક્ષ બતાવતા હતા. સર્વની સાથે આ વામન પણ લોકોની મશ્કરી અને હાસ્યાસ્પદ બની સભામાં ગયો.. એને જોવા માત્રથી મારીને રાગ ઉત્પન્ન થયો. તેણે પોતાની કળા-કુશળતાથી રાજકુમારીને જીતી લીધી. આ જોઈ સભા આશ્ચર્યમુગ્ધ બની. રાજાને ચિંતા થઈ કે વામને કુંવરીની પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. તેથી અનેક વિચારના વમળોમાં ગૂંચવાયા. તે સમયે કુમારે પોતાનું સ્વરુપ પ્રગટ કર્યું અને વિવાહ સંબંધ જોડાયો. વિવાહાવસરે રાજાએ રત્નસુવર્ણાદિ ઘણુ ધન આપ્યું. ત્યાં રહી કુમાર સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. ત્યાં એક પરદેશી આવી અને કહે છે સ્વર્ણપુર નગરમાં વસેન રાજાને રૈલોક્યસુંદરી નામે અપ્સરા જેવી રાજપુત્રી છે તેના માટે રાજાએ સ્વયંવર રચ્યો છે અનેક રાજાઓ ત્યાં આવ્યા છે. તેનો સમય સુદ બીજનો છે આ સાંભળી કુબડાનું રુપ કરી ત્યાં પહોંચ્યા કુબડા જોઈ રાજાઓએ પૂછયું તું શા માટે આવ્યો છે ? કુબડાએ કધુ જેના માટે તમે આવ્યા છો તેના માટે હું આવ્યો છું. આમ અનેકને હાસ્યાસ્પદ એવા શ્રીપાલકુમાર રાજસભામાં બેઠા. તે સમયે રાજકન્યા પણ ઉત્તમ શિબિકામાં બેસી ઉત્તમ વસ્ત્ર પહેરી, સુંદર આભૂષણોથી અલંકૃત થઈ હાથમાં ફૂલની માળા લઈ, સભામાં આવી પ્રતિહારિકાએ બતાવેલા રાજાઓને જોઈ, શ્રીપાલકુમારે પોતાનાં સ્વરૂપમાં જોઈ અતિ આનંદ પામી ત્યારે થાંભલા પર રહેલી પૂતળીએ પણ કહ્યું કે, તું ચતુર હોય તો આ કુબડાને વર ત્યારે તેણીએ કુલમાળા કુમારને પહેરાવી ત્યારે બીજા રાજાઓએ પોતાનું અપમાન થએલ જાણી કુબડા સાથે યુધ્ધની શરુઆત કરી કુમારે તે રાજાઓને ક્ષણવારમાં જીતી લીધા. ત્યારે રાજાએ કહ્યુ જે પ્રમાણે તમારું બળ બતાવ્યું તે પ્રમાણે તમારું રુપ બતાવી અમને આનંદિત કરો. કુમારે પોતાનું રુપ પ્રગટ કર્યું અને કન્યા સાથે વિવાહ કરી ઉત્તમ મહેલમાં રહે છે. અને આનંદમાં દિવસો પસાર કરે છે.
એક વખત કોઈ પરદેશીએ આવી કહ્યું હે દેવ! દલપત્તન નગરમાં ધરાપાલ નામે રાજા છે. તેને જીન ધર્મ રકતા શૃંગારસુંદરી નામે પુત્રી છે. તેણે પોતાની પાંચ સખીઓ સાથે પ્રતિજ્ઞા કરી છે કે - અમે પાચે જનધર્મમાં જાણકારને જ વરીશું અન્યને નહિ. અને તે પણ અમારી સમસ્યાની પૂર્તિ વડે જ જાણીશું. તે કુમારીની સખીઓ સાથેની પાંચ સમસ્યાઓ પૂર્ણ કરનાર હજી કોઈ મળ્યું
(34)