________________
માર મરાવ્યો એટલે ડુબે ધવલશેઠની આજ્ઞાથી ધનના લોભે આ પ્રમાણે કર્યું માટે અમને ક્ષમા કરો. રાજાએ ધવલશેઠનાં વધની આજ્ઞા કરી એટલે દયાલુ શ્રીપાલે તેને છોડાવ્યા રાજાએ નિમિત્તિયા ને બોલાવી કહ્યું આ માતંગ નથી ત્યારે તેણે કહ્યું કે માતંગ એટલે હાથી સમજવું. રાજાએ તેને ઈનામ આપી વિદાય કર્યો. જમાઈ અને ભાણેજ એવા કુમારને રાજાએ ખૂબ માન આપી પોતાને ત્યાં રાખ્યા. ત્યારે કુમારે એક દિવસ રાત્રે કુમાર ધવલશેઠને પણ ત્યાં જ રાખ્યા. એક દિવસ રાત્રે કુમાર સાતમે માળે સૂતા છે ત્યારે ઈર્ષ્યાથી પ્રેરાયેલો શ્રીપાલને મારવા ઉપર જાય છે. માર્ગમાં પગ લપસવાથી નીચે પડતાં પોતાની છરી મર્મ ભાગમાં વાગવાથી મૃત્યુ પામી સાતમી નરકે ગયા લોકો પણ ઘવલ શેઠની આ દશા જોઈ બોલ્યા કે - અતિ ઉગ્ર પુણ્ય અને પાપનું ફળ અહીં જ મળે છે. જે બીજાનું બૂરું ઈચ્છે છે. તેનું પોતાનું જ બૂરુ થાય છે. કુમારે તેનું ચરિત્ર વિચારી, શોકથી તેનું મૃત્યુ કાર્ય કરી તેની લક્ષ્મી તેનાં ત્રણ મિત્રોને સોંપી.
એક વખત કુમાર રચવાડી નીકળ્યા છે ત્યાં એક સાર્થવાહને જોઈ પૂછે છે તમે કોણ છો ? ક્યાંથી આવ્યા છો ? કયાં જાઓ છો ? પૃથ્વી પર ફરતાં તમે કોઈ કૌતુક જોયું છે ?
સાર્થવાહે કહ્યું કે - હું કાંચી નગરથી આવું છું અને કંબુદ્વીપ જાઉં છું વચમાં મેં કુંડલપુર નગર જોયું કે જે અહિંથી ૧૦૦ યોજન છે. ત્યાં મકરતુ નામે રાજા અને પૂરતિલકા નામે રાણી છે. તેઓને ઘણાં પુત્રો ઉપર ગુણસુંદરી નામે પુત્રી છે. તે દરેક કળામાં હોશિયાર છે. વળી વીણાવાદનમાં વિશેષ કુશળ છે. તેણે પ્રતિજ્ઞા કરી છે કે મને વીણાવાદનમાં જે જીતસે તેની સાથે મારું પાણિગ્રહણ થશે. તે સાંભળી અનેક રાજપુત્રો ત્યાં વીણાવાદન શીખે છે, પરંતુ કુંવરીને કોઈ જીતી શકતું નથી. આ પ્રમાણે સાંભળીને કુતૂહલ જોવાની ઈચ્છાવાળા શ્રીપાલકુંવર નવપદનું ધ્યાન કરી સૂતા તેટલામાં સૌધર્મ દેવલોકવાસી સિદ્ધચક્રાધિષ્ઠાયક વિમલેશ્વર દેવે ત્યાં આવીને કુમારને કહ્યુ - આ દિવ્યહાર હું તને પહેરાવું જેનાં પ્રભાવથી ઈચ્છિત રુપ, કળા, આકાશગામિની વિદ્યા, મહાન જય તથા સર્વ વિષાપહાર-પણું પ્રાપ્ત થશે. આ પ્રમાણે કહી હાર પહેરાવ્યો અને અદશ્ય થયા. શ્રીપાલકુમાર પણ હારના પ્રભાવે કુંડલપુર પહોંચી ગયા. ત્યાં વામનરુપ કરી રાજકુમારો સાથે અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ કરતા અનેકને હસાવતા. વીણાવાદન
(33)