________________
પ્રિયા મૂર્છિત થઈ ગઈ જ્યારે ભાનમાં આવી ત્યારે અતીવ રુદન કરવા લાગી. તે વખતે ધવલ ત્યાં આવી આશ્વાસન આપવા લાગ્યો. ઘણો ખેદ કરવો નહિ. ગયેલું પાછું આવતું નથી માટે તેનો શોક કરવો નહિ. તમારો સ્વામિ મને મુકી ગયો તો હું તમારો સ્વામિ થઈશ. આવાં પ્રકારનું કર્ણને અપ્રિય વચન સાંભળી દુ:ખિત થએલી બન્નેએ નિશ્ચય કર્યો કે નકકી આને જ આ કાર્ય કર્યું લાગે છે. કારણ કે અન્ન એવાં ઓડકાર એવી લોકોક્તિ છે. આ પ્રકારે બન્ને વિચારે છે એટલામાં ભયંકર પવન ફૂંકાવા લાગ્યો. કાળાં વાદળા ચડી આવ્યા, ગડગડાટ થવા લાગ્યાં, વિજળીઓનાં ચમકારા સાથે અનેક અટ્ટહાસ્ય થવા માંડયા.. આ જોઈ ધવલ ભયભીત થઈ ગયો. નાવિકો કોલાહલ કરવા લાગ્યા. એટલામાં ચકકેશ્વરી દેવી પ્રગટ થયા. એ તેનાં આદેશથી ક્ષેત્રપાળે દુર્બુધ્ધિ મિત્રને કૂવાના થાંભલા સાથે જીવતો બાંધીને મારી નાંખ્યો. અને ધવલ પાસે ગયા. ત્યારે ધવલ રક્ષણ માટે કુમારની સ્ત્રીનાં શરણે ગયો. શરણાગત હોવાથી ફરી આવું કાર્ય કરવું નહિ એમ કહી છોડી દેવાયો. અને બન્ને સ્ત્રીઓને કહ્યુ-ઘણી લક્ષ્મી યુક્ત તમારો પતિ એક માસ પછી તમને મળશે માટે ખેદ કરશો નહિ. આ કલ્પવૃક્ષનાં ફૂલની માળા તમને પહેરાવું છું જેનાં પ્રભાવથી તમને કોઈ કુદૃષ્ટિથી જોઈ શકશે નહિ, આમ કહી અદશ્ય થયાં. એટલે ત્રણે મિત્રોએ કહ્યુ ખોટી સલાહ આપવાના ફળ આ ભવમાં જ પ્રાપ્ત થયું. અને તમે પણ આ સતીઓ ના શરણથી જ બચ્યા છો. પાપ કરવાથી વિઘ્નોની પરંપરા પ્રાપ્ત થાય છે. સમુદ્રમાં વહાણો ચાલી રહ્યા છે. કેટલાંક દિવસ પસાર થયા પછી વળી ધવલશેઠ વિચારે છે કે, મારાં પુણ્યોદયે લક્ષ્મી મારે સ્વાધિન થઈ પરંતુ આ બે સ્ત્રીઓ મારે વશ થાય તો મારું જીવન સફળ થાય.
એમ વિચારી પોતાની દાસીને બે રાણી પાસે મોકલે છે. તેઓએ દાસીને તીરસ્કાર કરી કાઢી મુકી. આખરે પોતે સ્ત્રી રુપ કરી ત્યાં આવે છે ત્યારે માળાનાં પ્રભાવથી આંધળો બનેલો અહીં-તહીં ભટકાય છે. આથી રાણીઓને ખંબર પડવાથી દાસીઓએ માર મારી કાઢી મુક્યો. પ્રતિકૂળ પવન થવાનાં કારણે વહાણો પણ કોંકણ નગરે આવ્યા. એટલે ધવલ ભેટણું લઈ રાજા પાસે આવે છે. ત્યારે રાજાએ શ્રીપાલકુંવર પાસે તાંબુલ અપાવ્યુ. કુમાર શેઠને ઓળખી ગયા અને શેઠ પણ કુમારને જોતાં આશ્ચર્યમાં પડી વિચારે છે કે શું આ શ્રીપાળ છે ?
31