________________
તે જીનધર્મ વિષે સ્થિર મતિવાળી છે. એક વખત રાજ પોતાના પૂર્વજો ના જિના લયમાં આદીશ્વર ભગવંતના દર્શનાર્થે ગયા. ત્યાં મદનમંજુષા ભગવંતની મહાપૂજા કરી આનંદપૂર્વક દર્શન કરી રહી છે તે વખતે આ જોઈ આનંદિત થએલાં રાજાને વિચાર આવ્યો કે પ્રભુપૂજામાં આની કેટલી કુશળતા છે. આને અનુરુપ વર કોણ થશે ? આ પ્રમાણે ચિંતા કરે છે ત્યાં રાજપુત્રી ગભારામાંથી બહાર નિકળી અને દ્વાર બંધ થઈ ગયા. તે દ્વારને ઘણાં પ્રયત્ન છતાં ખુલતાં નથી ત્યારે કુમારી રુદન કરવા લાગી કે - હે પ્રભુ ! મારાથી શું આશાતના થઈ ગઈ કે દર્શન દુર્લભ થયાં ત્યારે રાજા વિચારે છે મેં જીનાલયમાં કુંવરીનાં વરની ચિંતા કરી પરમાત્માની આશાતના કરી તેથી આમ થયુ આથી શાસન દેવીની આરાધના માટે રાજા તથા કુંવરી અઠમ કરી ત્યાં રહયા ત્યારે ત્રીજા દિવસની રાત્રિમાં દિવ્યવાણી થઈ કે આશાતના કોઈએ કરી નથી પરંતુ કુંવરીના વરની શોધ માટે આ દ્વાર બંઘ થયા છે. જેની દષ્ટિ પડતાં આ દ્વાર ખુલશે તે કુંવરીનો પતિ થશે. અને તે એક માસમાં અહીં આવી જશે. હું આદિશ્વર ભગવાનની દેવી ચકકેશ્વરી છું. તે દ્વારા અનેક પ્રયત્ન છતાં ખુલ્યાં નથી માટે તમે જો આવીને ખોલો તો દિવ્યવાણી સત્ય થાય. આ માસનો આજે છેલ્લો દિવસ છે - આ સાંભળી પરિવાર સહ કુમાર ત્યાં ગયા અને એમની દષ્ટિ પડતાં જ દ્વાર ખુલી ગયા. ત્યારે રાજા, મંત્રી વગેરે સંતુષ્ટ થઈ કુમારને નમસ્કાર કરી તેઓનો વંશ, કુલ વગેરે પૂછવા લાગ્યા કુમાર વિચાર છે મારાં મુખે મારાં વંશ કુળ કેમ કહેવાય ! ત્યાં બે ચારણ મુનિ પધાર્યા. સર્વે તેમને વંદન કરી દેશના સાંભળવા બેઠા. ત્યારે મુનિ ભગવતે દેશના આપી. સમ્યકત્વ મૂળ ધર્મ છે. તેનાં ત્રણ પ્રકાર છે. તે દરેક ૨-૩-૪ ભેદે રહેલાં એમાં જ સમસ્ત દષ્ટિવાદનો સમાવેશ થાય છે. એની આરાધનાથી કાંતિ, કીર્તિ, સૌભાગ્ય વિ. આ લોકમાં શ્રીપાળની જેમ પ્રાપ્ત થાય છે. ત્યારે રાજાએ પૂછ્યું - શ્રીપાલ કોણ છે ? અને તેણે નવપદની આરાધના કેવી રીતે કરી ? મુનિરાજે શ્રીપાલને બતાવી તેનું વર્ણન કર્યું! કુમારનાં કુળ વગેરે જાણી ખુશ થએલાં રાજાએ પોતાની પુત્રી આપી અને સુંદર મહેલ આપ્યો. તેમાં પોતાની બે પ્રિયા સાથે કુમાર રહે છે. એક વખત સભામાં આવી. સેનાપતિએ કહ્યુ - એક વેપારી આપનો કર આપતો નથી. તેને શું દંડ કરવો ? રાજાએ ઈશારાથી વધની આજ્ઞા કરમાવી. ત્યારે કુમારે ગુનેગારને અહીં બોલાવવા રાજાને કહ્યું રાજાએ તેને બોલાવ્યો. ત્યારે કુમારે તેને ઓળખી દંડમુક્ત
(29)