________________
તેમ કર એ પ્રમાણે જણાવ્યું. શ્રીપાલકુમારે કહ્યુ - શું વેતન આપશો ! શેઠે ૧ લાખ સોનામહોરની કબુલાત કરી. એટલે શ્રીપાળે વહાણમાં ચડી નવપદનું ધ્યાન કરી સિંહનાદ કરતાંની સાથે વહાણ ચાલુ થઈ ગયા. અને દુષ્ટ દેવતા ભાગી ગયા. આ જોઈ આશ્ચર્યયુક્ત શેઠે શ્રીપાલકુમારને સાથે આવવા કહ્યુ - ત્યારે શ્રીપાલે કહ્યુ શું આપશો ? ત્યારે શેઠે કહ્યું મારે ૧૦,૦૦૦ સુભટો છે. તે દરેકને વર્ષ ૧૦૦૦ સોનામહોર આપુ છું. શ્રીપાલકુમારે કહ્યુ મને ૧૦,૦૦૦ સુભટો જેટલો પગાર આપો. ત્યારે શેઠે ના કહી. એટલે શ્રીપાલકુમારે કહ્યુ મારે પરદેશ તો આવવું જ છે. મને ભાડેથી લઈ જાઓ. ત્યારે શેઠે સ્વીકાર કર્યો. મુસાફરી શરુ થઈ અને આગળ બબ્બર દ્વીપમાં વહાણ લાંગર્યા. એટલે મહાકાળ રાજાનાં માણસો શેઠ પાસે જકાત માટે આવ્યા. ત્યારે શેઠે ના કહી અને યુધ્ધ કરવા તૈયાર થયા યુધ્ધમાં રાજાના માણસોએ શેઠને જીતીને બાંધી લીધા. ત્યારે કુમારે ત્યાં આવી સેઠને કહ્યુ - તમારાં સુભટો ક્યાં ગયા કે જેને તમે કરોડ દિનાર આપી હતી. તમારું બધું પાછું લાવી આપું જો અર્ધો ભાગ આપવાની કબુલાત કરો તો. શેઠે માન્ય કર્યું એટલે તરત શ્રીપાલકુમાર મહાકાળ રાજાને જીતી શેઠ પાસે લઈ આવ્યા. શેઠને છૂટા કર્યા ત્યાં રાજાને મારવા જાય છે ત્યારે કુમારે શરણાગત છે એમ કહી શેઠને રોક્યા. ગુસ્સે થએલા શેઠે બધાં સુભટોને છૂટા કર્યા તે સુભટોને શ્રીપાલકુમારે પોતાનાં ભાગમાં આવેલાં વહાણમાં રોકી લીધા મહાકાળ રાજાને બંધનમુક્ત કરીને સત્કાર્યા. રાજાએ પણ કુમારને નગરમાં લઈ જઈ વસ્ત્રાભૂષણ વડે સત્કાર કર્યો અને કહ્યુ - હે કુમાર ! આ રાજ્ય, લક્ષ્મી, મારાં પ્રાણ સર્વે તમારું જ છે છતાં આ મદનસેના નામની મારી પુત્રીનું પાણિગ્રહણ કરી મને કૃતાર્થ કરો. રાજાના આગ્રહથી કુમારે તેની સાથે લગ્ન કર્યું તે વખતે રાજાએ દાયજામાં હાથી, ઘોડા, સુવર્ણ, નવનાટક અને ૧૪ કુવાસ્થંભવાળું વહાણ પણ આપ્યું. શ્રીપાલકુમાર આ સર્વ વ્યવસ્થિત કરી આગળ ચાલ્યા. અને કર્મ કરી રત્નસ્ક્રીપમાં આવ્યા. દ્વીપ ઉપર ઉતરી પોતાની છાવણીમાં નાટક જોતા હતાં ત્યાં કોઈ પુરુષ આવ્યો. ત્યારે નાટક બંધ કરાવીને પૂછયું - તું કોણ છે ? ક્યાંથી આવેલ છે ૧ કાંઈ આશ્ચર્ય જોયું છે ? ત્યારે તેણે કહ્યુ - આ રત્નદ્વીપ છે. આ દ્વીપ પર રત્નસાનુ નામે પર્વત છે. તેનાં પર રત્નસંયયા નામે નગરી છે. તેનું પાલન કનકધ્વજ રાજ કરે છે. તેને ચાર પુત્રો ઉપર એક મદનમંજુષા નામે પુત્રી છે.