________________
પરદેશ ઘણો વિષમ છે. તું સરળ અને કોમળ છે. શ્રીપાલે કહ્યુ - હે માતા ! વિષમપણું ત્યાં સુધી જ છે જ્યાં સુધી સત્યવાન પુરુષો તે ગ્રહણ કરતાં નથી. આ સાભળી મયણા કહ્યુ - હું પણ આપની સાથે આવીશ અને તમારી છાયાની જેમ રહીશ. શ્રીપાલે ખૂબ જ શાંતિથી સમજાવીને વાત કરી કે સ્ત્રી સાથે હોય તો હું સ્વતંત્ર રીતે રહી શકુ નહિ માટે તમો અહીં જ રહો. મયણાએ કહ્યુ આપનો પ્રવાસ સુખદાયક થાઓ. નવપદને ક્ષણમાત્ર વિસરશો નહિ, તમારી માતાનું સ્મરણ કરજો અને કયારેક આ દાસીને યાદ કરજો. ત્યારબાદ માંગલિક કાર્ય કરી માતાએ પોતાનાં પુત્રને વિદાય આપી. એટલે શ્રીપાલકુમાર માત્ર તલવાર સાથે લઈ વિદાય થયા.
-
ગામ, નગર, પર્વતો, નદીઓ વટાવતાં શ્રીપાલકુમાર એક નિર્જન વનમાં આવ્યા. ત્યાં કોઈ એક માણસને ધ્યાસ્થ જોઈને પૂછ્યું ! તું કોણ છે ? અહિ એકલો શેનું ધ્યાન કરે છે ? ત્યારે તેણે કહ્યુ હું ગુરુ અર્પિત વિદ્યાની સાધના કરુ છું. પરંતુ ઉત્તરસાધક વિના તે વિદ્યા સિદ્ધ થતી નથી. માટે હે ઉત્તમ પુરુષ ! તું મારો ઉત્તર સાધક બન શ્રીપાલકુમારે તે વાતનો સ્વીકાર ક્યોં અને તરતજ વિદ્યા સિધ્ધ થઈ. આથી ખુશ થએલાં વિદ્યાસાધકે કુમારને જલતારિણી અને શસ્ત્રવારિણી બે ઔષધિ આપીને ત્રણ ધાતુવાળા માદળિયામાં બાંધી બન્ને હાથે બાંધવા જણાવ્યું. ત્યાંથી વિદ્યાસાધક સાથે આગળ ચાલતા એક પર્વતની તળેટીમાં પહોંચ્યા. ત્યાં કેટલાક ધાતુવાદીઓએ કહ્યુ - હે પ્રભુ ! તમારાં કહેવા પ્રમાણે કરવા છતાં સુવર્ણસિધ્ધિ થઈ નહિ. કુમારની હાજરીમાં કરવાથી તરત જ વિદ્યા સિધ્ધ થઈ. ત્યારે તે ધાતુવાદીઓએ આગ્રહ કરી એમને સુવર્ણ આપ્યું. ત્યાંથી ફરતાં ફરતાં તેઓ ભરુચ નગરમાં આવ્યા. કૌશાંબી નગરથી ધવલ નામનો વ્યાપારી પરદેશ જવાની ઈચ્છાથી અનેક વહાણો સાથે ત્યાં આવ્યો છે. રાજાની આજ્ઞાથી ધવલશેઠ વહાણમાં કરિયાણાં ભરી પ્રયાણ માટે વહાણ ચલાવે છે. પણ વહાણ ચાલતા નથી. ત્યારે ચિંતાતુર બનેલા ધવલશેઠને એક શાકિનીએ કહ્યુ ૩૨ લક્ષણા પુરુષનું બલિદાન આપ ત્યારે રાજાની આજ્ઞાથી વાલી અને વારસ વગરનાં પરદેશી શ્રીપાલકુમારને પકડવા પોતાનાં સૈનિકો સાથે જાય છે. પરંતુ કુમારે સૈનિકોને મારી ભગાડચા તેથી આ મહાપુરુષ છે એમ જાણી તું પરોપકારી છે માટે મારાં વહાણ ચાલુ થાય
27
-
-