________________
ત્યાં ચૈત્યગૃહમાં મયણાસુંદરી સાથે કોઈ સ્વરુપવાન રાજકુમાર અને વૃદ્ધા સ્ત્રીને ચૈત્યવંદન કરતાં જોયા. પોતાની પુત્રીને ઓળખી મનમાં અત્યંત દુઃખિત થએલી રુદન કરવા લાગી. ત્યારે મંદિરમાં નિશીહિ કહીને પ્રવેશ કર્યા પછી બીજા કોઈ વિચાર ન કરી શકાય માટે તુરત જ માતાને કહ્યુ હે માતા ! હર્ષનાં સ્થાને વિષાદ શા માટે ? વિશેષ બહાર જણાવીશ. ચૈત્યવંદન પૂર્ણ કરીને ત્રણે બહાર આવ્યા અને માતાને કહ્યું કે આ તે જ તારા જમાઈ છે કે જેમનો મેં સભાની મધ્યમાં હાથ પકડ હતો. નવપદની આરાધનામાં પ્રભાવે તેઓ નિરોગી બન્યા છે. મા ! તારા મનમાં જે વિકલ્પ પેદા થયો તે સૂર્ય પશ્ચિમમાં ઉગે. જલધિ મર્યાદા લોપે. પ્રાણ પરલોકે સીધાય તો પણ બને નહિ. ત્યારે રૂપસુંદરીએ પૂછયું, કુમારની નિરોગી અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ. ત્યારે કુમારની માતાએ કહ્યું ! બહેન ! આ સર્વ તમારી પુત્રીનો પ્રભાવ છે. અને સર્વ વૃત્તાંત જણાવ્યો ત્યારે રૂપસુંદરીએ કહ્યું. બહેન ! તમારા પુત્રનાં લોકોત્તર ગુણો છે. તો તમારાં કુળ, ગોત્ર જાણવાની મારી ઈચ્છા છે તે જણાવો.”
કુમારની માતાએ કહ્યું! અંગદેશમાં ચંપા નામની નગરી છે. ત્યાં સિંહરથ નામે રાજા અને કમલપ્રભા નામની રાણી હતી તે બન્નેને ઘણો લાંબો સમય પસાર થયા બાદ શ્રીપાલ નામે પુત્ર થયો. તે પુત્ર બે વર્ષનો થતાં જ તેનાં પિતા મૃત્યુ પામ્યા. ત્યારે મહિસાગર નામનાં બુદ્ધિશાળી મંત્રીએ તે પુત્રનો રાજ્યાભિષેક કર્યો. હવે કુમારનાં કાકા અજીતસેનની મતિ ભ્રષ્ટ થતાં કુમાર અને મંત્રીના વધ માટે નિર્ણય કર્યો. તેની જાણ મંત્રીને થતાં કુમારની રક્ષા કાજે કમલપ્રભાને નગરમાંથી નાશી જવા જણાવ્યું. તે સમયે એકાએક પતિનું મૃત્યુ, રાજ્યની ભ્રષ્ટતા, વૈરીનો ત્રાસ, અનાથતા, પુત્રની બાલ્યાવસ્થાનું ના દુઃખથી તેણી રડવા લાગી. છતાં પુત્ર ની રક્ષા માટે મધ્યરાત્રી ના નગરને છોડી તેની ચાલી નીકલી આગળ ચાલતા કોઢિયા ઓનું ટોળું મળ્યું. તેને જોઈ કમલપ્રભા ડરી ગઈ. ત્યારે કોઢિયાઓએ કહ્યુ, બહેન ! તું કોણ છે ? કેમ એકલી છે? શા માટે રડે છે ? અમારાથી ડરીશ નહિ, અમે તારાં ભાઈઓ છીએ. ત્યારે તેને પોતાની બધી વાત જણાવી. ત્યારે તે કોઢિયાઓએ તે રાણીને પુત્ર સાથે ખચ્ચર પર બેસાડી આગળ ચાલવા માંડ્યું. ત્યાં જ શત્રુસૈનિકો આવી પહોંચ્યા. અને પૂછયું કે પુત્રયુક્ત કોઈ રાજરાણીને જોઈ છે? તેઓએ કહ્યુ ! ટોળામાં