________________
દુર્ભાગ્યતા, વંધ્યત્વ વગેરે પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે ગુરુ ભગવતે સિદ્ધચક્રનો મહિમા વર્ણવ્યો. અને ત્યાં આવેલા શ્રાવકોને મયણાસુંદરી અને ઉંબરરાણાની સાધર્મિક ભક્તિ કરવા માટે સૂચના કરી શ્રાવકો પણ તે બન્ને આરાધક આત્માને પોતાનાં ઘેર લઈ જઈ સુંદર ભક્તિ કરવા લાગ્યા હવે મયણાસુંદરી સાથે ઉંબરાણાએ ગુરુ મ. ની આજ્ઞાથી યથાવિધ સિદ્ધચક્રની આરાધના કરી અને નવમે દિવસે સિધ્ધચક્રજીનું સ્નાત્રજળ પોતાના અંગ પર લગાવતાં જ બધાં રોગો નાશ પામ્યા, અને સુંદર, સ્વરૂપવાન, નિરોગી કાયા થઈ. આવું સુંદર રુપ જોઈ લોકે પણ અત્યંત આશ્ચર્ય પામ્યા. મયણાસુંદરી એ પણ આ રુપ જોઈ જણાવ્યું કે, હે પ્રિયા આ સર્વ પ્રતાપ ગુરુ મ. નો જ છે. આવો મહાન ઉપકાર નિંગ્રન્થ ગુરુ ભ. વિના અન્ય કોઈ ન કરી શકે. કુમાર પણ જિનધર્મના આવો મહાન પ્રભાવ જોઈ તેના પ્રત્યે દઢ શ્રધ્ધાવાળા થયા.
એક વખત જિનમંદિર દર્શન કરી બહાર નીકળતા એક સ્ત્રીને જોઈ અને જોતાની સાથે તરત જ કુમાર વાદળ વગર વૃષ્ટિ થઈ એમ બોલતા જ તેણીનાં પગમાં નમી પડ્યા. ત્યારે મયણા પણ સાસુજી છે એમ સમજીને નમી આવો ઉત્તમ પ્રકારનો વિનય જોતાં માતાએ પૂછયું, હે પુત્ર ! આ કોણ છે ? અને આ સર્વ શું છે ? કેવી રીતે બન્યું ત્યારે પુત્રે કહ્યુ ! હે માતા ! આ સર્વ તારી પુત્રવધુનો પ્રતાપ છે. અને આખો પ્રસંગ અથથી ઈતિ સંભળાવ્યો, ત્યારે માતા તે સાભળી આનંદિત થઈ છતી બોલી, હે પુત્ર ! તને કોઢવાળો મુકી હું વૈદ્ય માટે કૌશાંબી ગઈ. ત્યાં જીનાલયમાં જ્ઞાની મુનિરાજ મલ્યા. ત્યારે મારાથી સહસા પૂછાઈ ગયું કે હે ભગવન ! મારો પુત્ર નિરોગી ક્યારે થશે ? મુનિ ભ. કહ્યુ! હે ભદ્રે ! તારા પુત્રને કોઢિયાઓએ પોતાના સ્વામિ તરીકે સ્થાપન કરી ઉંબરાણા નામ રાખ્યું છે. હાલ માલવપતિની કન્યાને પરણી સિદ્ધચકની આરાધના દ્વારા સુંદર રુપવાન બન્યો છે. તે સાંભળી હર્ષિત થએલી હું અહિં આવી છું, અને વધુ સાથે તને જોઈને વિશેષ આનંદિત થઈ છું. હે હે પુત્રા વધુ સાથે તું પણ ચિરંજીવ થા અને આપણને સર્વને યાજજીવ અહત ધર્મનું શરણ હો !
હવે પુત્રીના દુઃખથી દુઃખી થએલી રૂપસુંદરી પોતાના ભાઈ પુણ્યપાલનાં ઘરે આવીને શોકપૂર્વક રહે છે. એક વખત તેણી જિનમંદિરે દર્શન કરવા ગઈ
24