________________
માની જા અને ઉત્તમ વરને વર, આ પ્રમાણે ન માને તો તારાં કર્મથી આવેલા આ કુષ્ઠી વરને વર એમ કહી ઉબર રાણાને બોલાવ્યા. અને પોતાની કન્યા આપી. ત્યારે કોઠિ યાઓ કહેવા લાગ્યા કે, હે રાજન ! પૂર્વમાં પાપોયથી આ દશા પ્રાપ્ત થઈ છે અને હવે અમારા સંગથી આ કન્યારત્નનો નાશ શા માટે કરીએ ? માટે કોઈ દાસીકન્યા હોય તો અમને આપો. નહીં તો તમારું કલ્યાણ થાઓ અમે અમારાં સ્થાને જઈએ છીએ.
રાજાએ કહ્યું, ભાઈ ! એ કન્યા પોતાનાં કર્મને માને છે અને તે કર્મે જ તમને અહિં લાવેલ છે. માટે કાંઈ વિચાર કરો નહિં. તે જ વખતે ઉતમ લગ્નમુહૂર્ત જાણી મયણાસુંદરીએ ઉબર રાણા સાથે હસ્તમેળાપ કરી લીધો. આ જોઈ તેની માતા અને મામા વગેરે શોકથી હાહારવ કરવા લાગ્યા. છતાં પણ રાજા પોતાનાં ગુસ્સાથી શાંત થતા નથી. અને મયણાસુંદરી પોતાનાં સિધ્ધાંતથી ચલિત થતી નથી. હવે સુવર્ણ સમાન દેહવાળી મયણાસુંદરી ઉંબર રાણાની સાથે ખચ્ચર પર બેસી જાનીવાસ તરક જઈ રહી છે. ત્યારે પ્રજાજનોમાં કેટલાક રાજાની નિંદા કરતા હતા, કેટલાક મયણાસુંદરીની, કેટલાક એની માની, કેટલાક એનાં અધ્યાપકની, અને કેટલાક જૈન ધર્મની નિંદા કરતા હતા. તે સાંભળતા સાંભળતા મુકામે પહોંચ્યા. અને ત્યાં કોઢિયાઓએ આનંદપૂર્વક ઉંબર રાણા સાથેનો વિવાહ મહોત્સવ ઉજવ્યો.
હવે રાજાએ સુરસુંદરીના વિવાહ માટે જોષીને મુહૂર્ત પૂછ્યું, ત્યારે જોષીએ કહ્યુ, હે રાજન ! ઉત્તમ મુહૂર્ત તો મયણાસુંદરીએ જ્યારે ઉબર રાણાનો હાથ પકડચો ત્યારે ગયું. તેવું મુહૂર્ત અત્યારે નથી. ત્યારે રાજાએ કહ્યુ જાણ્યું તેનું ઉત્તમ મુહુર્ત. અત્યારે જ હું મારી પુત્રીને મહોત્સવપૂર્વક પરણાવુ છું. એમ કહી તે બન્નેનો વિવાહ મહોત્સવ કર્યો. અરિદમન કુમાર પણ સુરસુંદરીને પરણી પોતાના નગરી તરક જવા માટે નગરના મધ્યમાંથી જઈ રહ્યા છે. ત્યારે કેટલાંક લોકો બોલે છે કે વિધાતાએ બન્નેનો સુંદર મેળકર્યો છે. સુરસુંદરી સુવિનીતા અને પુણ્યવંતી છે. કેટલાક તેણીની, કેટલાંક અરિદમનની, કેટલાંક તેનાં પંડિતની, કેટલાંક તેનાં ધર્મની પ્રશંસા કરે છે.
આ તરક ઉંબર રાણાએ રાત્રે મયણાસુંદરીને કહ્યોં કે, તું રુપે કરીને રંભા સમાન છે. મારાં જેવા કોઢિયા સાથે સ્નેહ કરી તારા સુંદર દેહનો વિનાશ
22