________________
કે મારી મહેરબાનીથી વસ્ત્રાભૂષણ પહેરે છે, મિષ્ટાન્ન વગેરે વાપરે છે અને આવું મિથ્યા વચન શા માટે બોલે છે ? જો એમ જ માને છે તો તારાં કર્મનું કળ ભોગવા
તે સમયે સભાજનો પણ વિચારવા લાગ્યાં કે, વિવેકહીન આ બાળા જાણતી નથી કે રાજા તુષ્ટ થએલાં કલ્પવૃક્ષ તુલ્ય છે. તેના ગુરુ પણ યમ સમાન છે. આ પ્રમાણે મયણાને કહ્યું, ત્યારે મયણાસુંદરીએ કહ્યુ થોડાં ધનના લાભ ખાતર જાણવા છતાં રાજા સમક્ષ તમો જૂઠું બોલો છો. તેને ધિકકાર થાઓ ! ઘણું કહેવાથી શું ?
હે પિતાજી ! આપને જે વર ગમે તે જ મને થાઓ જો મારું પુણ્ય હશે તો નિર્ગુણી પણ ગુણવાન થશે. તે સમયે રાજા ગુસ્સે થએલ છે એમ જાણી રાજાને મંત્રીએ કહ્યું કે સ્વામી ! રચવાડી ક્વાનો સમય થયો છે. રાજા પણ રોષયુક્ત જ રમવાડી જ્યારે નીકળ્યા. નગરની બહાર નીકળ્યા ત્યાં જ કોઢિયાઓનું એક ટોળું જોયું ત્યારે રાજાએ પૂછ્યું કે મંત્રીશ્વર ! આ ટોળુ કોનું છે. મંત્રીએ
યુ કે હે દેવ! આ નગરમાં ૭૦૦ કોઢિયાઓ છે. તે સર્વે ભેગાં થઈ ઊંબરનામનાં એક માણસને પોતાનો રાજા બનાવેલ છે. આ કોઢિયાઓથી પરીવરેલાં ઊંબર રાજા ખચ્ચર પર બેસી આખા ગામમાં ફરે છે. અને શેઠીયાઓ, મંત્રીઓ વગેરે પાસેથી ઈચ્છિત દાન ગ્રહણ કરે છે. અને તેઓ જ આપણી સન્મુખ આવી રહ્યા છે. માટે આપણે રસ્તો બદલીને આગળ જઈએ. આ પ્રમાણે કહીને રસ્તો બદલી. આગળ જાય છે ત્યાં કેટલાંક કોઢિયા આગળ આવી રાજાને કહેવા લાગ્યા, હે નાથ ! અમારાં ઉંબર રાણાને દરેક જગ્યાએ માન, પાન, ધન, સોનું વગેરે મળે છે પરંતુ તેમને માટે અમારે એક રાણીની જરૂર છે તો એક કન્યા આપો ! અમારે બીજું કાંઈ જોઈતું નથી. ત્યારે મંત્રીએ આ વાતનો નિષેધ કર્યો. કોઢિયાઓએ કહ્યું, અમે સાભળ્યું છે કે માલવપતિ કોઈની પ્રાર્થનાનો ભંગ કરતા નથી. આવી એમની નિર્મલ કીર્તિ છે. જે તમે કન્યા નહીં આપો તો તમારી કીર્તિ કલંકીત થશે. માટે આપને જે ઠીક લાગે તે કરો તે સાંભળી ને રાજા એ કહ્યું કે હું તમને કન્યાદાન આપીશ. અને રાજાએ વિચાર્યું કે, મારી કૃતઘ્ન દીકરી હું આને ચોકકસ આપી દઈશ. રવાડીથી પાછાં કરી પોતાનાં મહેલે આવી મયણાસુંદરીને બોલાવી કહે છે કે - મારાં પ્રસાદથી તું સુખ ભોગવે છે એમ
(21)