________________
૩ અહિં નમ:
ઐ નમ અંતર ઝંખના મારી શ્રી સિદ્ધચક્ર કી ભક્તિ કરતે મિલે મુક્તિનારી મહા પ્રભાવક નવપદ ઓલી કર્મ સકલ હરનારી સુખ શાન્તિ ઔર સમાધિ સાથે સાધક સમભાવી, દેવ ગુરુ ધર્મ હૈ ઈસ મેં ઉજવલ કરડે ભાવી;
આ અનાદિ અનંત સંસાર સાગરમાં ચિંતામણી રત્ન પામવું દુર્લભ છે, તેમ મનુષ્ય જન્મ પામવો દુર્લભ છે, તેમાં નવપદ પામવા અતિ દુર્લભ છે, એથી પણ દુર્લભ નવપદ ની સમજ મળવી તે દુર્લભ છે એથી વળી દુર્લભ નવપદ ની આરાધના છે.
આજ સુધી અનંત કાલચક્રો ચાલી ગયા. પરંતુ સંસારચક્ર ચાલુ રહ્યું કારણ કે કર્મચક્ર ચાલુ છે, તેનું મુખ્ય કારણ ક્રોધ, માન, માયા, લોભ, અજ્ઞાન, ઈર્ષ્યા આદિ નું ચક્ર ચાલુ છે. આ ચક્ર તુટેનહિ ત્યાં સુધી રાગદ્વેષથી પૂર્ણ સંસારચક્ર ચાલુ રહેવાનું તેને કાપવા માટે ધર્મચકને શરણે જવું પડશે. ધર્મચકનો વિસ્તાર સિધ્ધચક છે, સિધ્ધચક્ર માંજ નવપદો સમાયેલા છે નવપદમાં દેવ ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વો રહેલા છે જેમાં ગુણ અને ગુણી દૂધ અને પાણીની જેમ એકરુપ થઈને રહ્યા છે દૂધમાં જેમ ઘી છૂપાયેલું છે તેમ કર્મચકને તોડનાર સુદર્શનચક્રથી પણ અધિક શક્તિશાલી સિધ્ધચક્રમાં સિધ્ધિ છૂપાયેલી છે.
આ સિધ્ધિને પામ કરવા દેહ ને ભૂલવો પડશે. પરમતત્વમાં રમવું પડશે અહં નો નાશ અને સમતાનો વિકાસ સાધવો પડશે વળી શાન્ત અને પ્રસન્નચિત્તથી થતી આરાધના સાધના અને ઉપાસના સંવર અને નિર્જરાનું કારણ બને છે. જે અંતે અનંત સુખ અને અનંત આનંદના ઘર રુપ સિધ્ધિ નું ભેટવું ધરે છે એવા આ નવપદ રુપ સિધ્ધચક્રના ગુણનું વર્ણન કરવું
[ v ,