________________
પ્રાયશ્ચિત :- અનેક પ્રકારની આરાધના કરતા જે કાંઈ ખલના વગેરે થઈ હોય તો તેના શુદ્ધિકરણ માટે ગુરુ મ. વગેરે વડિલોની પાસેથી જે તપ વગેરે આપવામાં આવે તે.... વિનય :- દેવ, ગુરુ, ધર્મ વગેરેની જે ઉચિત પ્રતિપતિ કરવામાં આવે છે.... વૈયાવચ્ચ :- બાળ, વૃદ્ધ, ગ્લાન, આચાર્ય, ઉપાધ્યાય, વીર, કે રત્નાધિકની ઊચિત સેવા, ભક્તિ કરવામાં આવે તે.. સ્વાધ્યાય :- વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા દ્વારા જે જ્ઞાનની ભક્તિ કરાય તે.... ધ્યાન :- આત્માને શુભ ભાવમાં રાખવા માટે ચિત્તને એકાગ્ર કરવા રુપ જે ફિક્યા કરવામાં આવે તે... કાયોત્સર્ગ :- આઠ પ્રકારનાં કર્મનાં નાશ માટે જે કાયાનો ત્યાગ કરવા રૂપ ક્રિયા તે..
આ બાર પ્રકારના તપમાંથી કોઈપણ એક તપનો આરાધક આત્મા તપસ્વી તરીકે ગણાય છે. અને સંસાર સાગરને તરી જનારો બને છે. શ્રી જીનશાસનનો આરાધક આ બાર પ્રકારનાં તપમાંથી કોઈપણ તપની ઉપેક્ષા કરનારો બને જ નહીં પોતાની શક્તિ ગોપવ્યા વગર દરેક તપની આરાધનામાં ઉજમાળ બને છે. આ સિધ્ધયક્રજીની આરાધના કરવાથી તત્ત્વત્રયી અને રત્નત્રયીની આરાધના થાય છે. અને એ આરાધનાથી આત્મા સંસાર સાગર સ્ટેજે તરી જાય છે. માટે આ સિધ્ધયફજીની આરાધનામાં એના જપમાં, પૂજન, અર્ચન, સ્મરણ, ધ્યાન વગેરે કરવા દ્વારા અષ્ટકર્મનો ક્ષય કરી મોક્ષ પામીએ. એ જ અલિભાષા..
શ્રી સિદ્ધચક્ર મહાભ્ય આ જંબુદ્વીપમાં દક્ષિણાઈ ભરતક્ષેત્રમાં મગધ નામે દેશ છે. તે દેશના આભૂષણ સમાન રાજગૃહી નામે નગર છે. તે નગરમાં ભૂપાળ શ્રેણીક મહારાજા હતા. તે મહારાજાને ચેલણા વગેરે અનેક રાણીઓ તથા અભયકુમાર પ્રમુખ અનેક પુત્રરત્નો હતા. તે નગરની બહાર વૈભારગિરિ નામે પૃથ્વીના અલંકાર સમાન
18)