________________
છવમસ્થપણામાં અને ૧૪ મે ગુણસ્થાને હોય છે. તેમ જ સર્વજ્ઞ અવસ્થામાં હોય છે. ૫ સમિતી અને ૩ ગુણિના પાલનમાં જેટલો આત્મા ઉપયોગવંત બને છે તેટલી વિશુદ્ધ આરાધના કરી શકે છે. આપણા આત્માને તારવા માટે આ પાંચ પ્રકારના ચારિત્રની આરાધનામાં ઉજમાળ બની અને ૮ પ્રકારના ચારિત્રાચારમાં પ્રયત્નશીલ બની અટકર્મનો ક્ષય કરી આત્મા સ્થિરતા રુપ ચારિત્રને પ્રાપ્ત કરનારાં બનીએ એ જ અભિલાષા..
૯. તપ પદ સિદ્ધચક્રજીમાં રહેલા નવપદોની આરાધના આત્માને ત્યારે જ સાચું સુખ આપી શકે છે. જ્યારે આત્મા તપ પદની આરાધનામાં ઉજમાળ બન્યો હોય છે. એ તપ પદની આરાધના આત્મા ત્યારે જ સાચી કરી શકે જ્યારે અનાદિકાળની વિષયવાસનાઓ અને સંજ્ઞાઓ ઉપર નફરત જાગી હોય. જ્ઞાની ભગવંતો ઈચ્છાઓનો રોધ તે જ સાચો તપ છે. એ પ્રમાણે કહ્યુ છે તપ કરતાં પણ આત્માના દોષોનો હાર ન થાય તો તે તપ નથી, પણ ફક્ત લાંઘણ છે. આત્મા જેમ જેમ તપ કરતો જાય તેમ તેમ તેની અંદર અપૂર્વ કોટિના ગુણો અને શક્તિઓ વિકસતી જાય છે. આત્માની અંદર સમ્યકત્વ હોય, નિર્મલ જ્ઞાન ઔર શુદ્ધ ચારિત્ર હોય, પણ જો તપની ખામી રહી ગઈ તો તે સમતિ, જ્ઞાન કે ચારિત્ર મૂર્તિ વગરનાં મંદિરની જેમ શોભાને પામતા નથી. પરમાત્માના શાસનમાં તપની કેટલી મહત્તા કે સાધુજીવન અંગીકાર કર્યું હોય એટલે તપોવન ગ્રહણ કર્યું કહેવાય આજ કારણથી સાધુઓને તપોધન રુપે કહ્યા.
અષ્ટકર્મનો નાશ કરવાનો સાચો જો કોઈ ઉપાય હોય તો તે તપ જ છે. આથી જ ઉમાસ્વાતિ મ. તત્ત્વાર્થમાં કહ્યું છે. ‘તપસા નિર્જરાચ’ સમ્યક્તવ પરમાત્માના માર્ગ પર શ્રધ્ધા કરાવે, જ્ઞાન માર્ગદર્શક બને, ચારિત્ર કર્મના આશ્રવને રોકે છે. જ્યારે તપ તો આત્મામાં રહેલા કર્મનો નાશ કરે. આત્મામાં તપ ગુણ પ્રગટાવવો એટલે ભર દરિયામાં સામા પૂરે તરવા જેવું કઠિન કામ છે. કારણ કે આ જીવ અનાદિકાળથી આહાર વગેરે સંજ્ઞાઓથી ઘેરાયેલો છે. તેને તેમાંથી છોડાવી તે સંજ્ઞાનો નાશ કરવાનો છે. આત્માને તપ ધર્મ કઠિન ત્યાં સુધી જ લાગે છે કે જ્યાં સુધી એને પોતાનો ભવવૈરાગ્ય થયો ન હોય, થયા પછી તપધર્મ