________________
યાવન્કથીક :- બાવીસ ભગવંતના શાસનમાં ત્યા મહાવિદેહ ક્ષેત્રમાં દીક્ષા દિવસથી લઈને જીંદગી પર્યતનું સામાયિક તે યાવત્કથીક સામાયિક છે.
છેદોપસ્થાપનીય :- ચારિત્ર જ્યારે આત્મા પોતે પહેલાં સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું અને પછી જ્યારે ઉપસ્થાપના વિધિ કરવામાં આવે ત્યારે પૂર્વ સામાયિક ચારિત્રનો પર્યાય છેદી નાખવામાં આવે છે. આ છે નિરતિચાર છેદોપસ્થાપના...
જ્યારે સ્વીકારેલા મહાવ્રતોનો ભંગ થાય ત્યારે તેના પ્રાયશ્ચિત રુપે ફરીથી મહાવ્રતો આપવામાં આવે છે અને પૂર્વનો જે સંયમપર્યાય હોય તે કાપી નાંખવામાં આવે છે. આ છે સાતિચાર છેદો પસ્થાપના... - છેદોપસ્થાપનીય ચારિત્ર ભરત, ઔરવત ક્ષેત્રમાં હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્ર - ૯ મહામુનિઓની ટુકડી સમુદાયમાંથી નીકળી તે પણ પાછા વિશિષ્ટ શ્રતધરો હોય છે. તે ટુકડીમાંથી ૪ મુનિઓ ઉનાળામાં ૩ થી ૫ ઉપવાસ, ચોમાસામાં ૪ થી ૬ એ શિયાળામાં ૫ થી ૭ ઉપવાસ કરે અને પારણે આયંબીલ કરે. બીજા ૪ મુનિઓ વૈયાવચ્ચ કરે અને એક મુનિ વાંચનાચાર્ય અને આ પ્રમાણે છ મહિના કરે પછી બીજા છ મહિનામાં બીજા ૪ મુનિઓ તપ કરે અને તપ કરનારા વૈયાવચ્ચ કરે અને પછી ત્રિજા ૬ મહિનામાં વાંચનાચાર્ય તપકરે બીજા વૈયાવચ્ચ કરે એક વાંચનાયાર્ય બને. જ્યારે તપ સિવાયના સમયમાં વૈયાવચ્ચ કરે. વાંચનાચાર્ય અને વૈચાવચ્ચ કરનારાને આયંબીલ તો ચાલુ જ રહે છે. આ પ્રમાણે ૧૮ મહિના સુધી કરી પાછા સમુદાયમાં જાય જનકલ્પી થાય કે આગળ વધારે મુદત પણ લંબાવે આ ચારિત્ર ભરત, ઐરવત ક્ષેત્ર, પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં તીર્થંકરના શિષ્ય કે તેમનાં પ્રશિષ્ય જ અંગીકાર કરે છે. તે પણ ૨૦ વર્ષનો દિક્ષા પર્યાય અને ૨૯ વર્ષની ઉમર પછી અંગીકાર કરી શકાય છે. - સૂક્ષ્મ સંપરાય ચારિત્ર આત્મા જ્યારે સપક કે ઉપશમ શ્રેણીમાં વર્તતો હોય ત્યારે ૧૦મા ગુણસ્થાનકમાં આત્મા આવે છે. ત્યારે અને ઉપશમ શ્રેણીથી પડતા પણ જીવને ૧૦ મે ગુણસ્થાનકે આ ચારિત્ર હોય છે.
યથાખ્યાત ચારિત્ર જીવને ૧૧-૧૨-૧૩-૧૪ મે ગુણ સ્થાનકે હોય છો આ ચારિત્રવાળો આત્મા વીતરાગ કહેવાય છે. આ ચારિત્ર સયોગીપણામા સ્થા
(15)