________________
છે તે મોટે ભાગે જ્ઞાનની વિરાધનાનું ફળ છે. તે જ્ઞાનની આરાધનાથી આત્મા પોતે સૌભાગ્યશાળી, યશસ્વી, પરમ તેજસ્વી, મહાબુદ્ધિવાન થાય છે.
અવધિજ્ઞાન આત્માની અંદર અને ઈન્દ્રિય નિરપેક્ષપણે થાય છે. તે અવધિજ્ઞાન પક્ષીને જેમ ઉડવાની શક્તિ હોય છે તેમ દેવો અને નારકોને પણ જન્મથી જ હોય છે. મનુષ્યો અને તિર્યંચો વિશિષ્ટ પ્રકારનો તપ, ત્યાગ, વૈરાગ્ય વગેરે ગુણોના કારણે પ્રગટે છે. અને તેનાં છ પ્રકાર હોય છે.
હીયમાન, વર્ધમાન, પ્રતિપાતિ, અપ્રતિપાતિ, અવસ્થિત અને અનવસ્થિત.
મન:પર્યવજ્ઞાન બે પ્રકાર છે. ઋજુમતિ અને વિપુલમતિ. એ જ્ઞાન દ્વારા અઢીદ્વિપમાં વર્તતા સંજ્ઞી પર્યામા આત્માઓનાં મનનાં ભાવો જાણવાની શક્તિ મલે છે. આ મન:પર્યવજ્ઞાન સર્વ વિરતિધર આત્માઓને જ થાય છે. કેવળજ્ઞાન જગતનાં રુપી-અરુપી ત્રણે કાળના દરેક અવસ્થાના ભાવોને એકી સમયે જણાવનાર જ્ઞાન છે.
આ જ્ઞાન આત્માને પ્રાપ્ત થયા પછી આત્માને સંસારમાં રખડવાનું રહેતું નથી. અને તે મોક્ષમાં જ જાય છે. જ્ઞાની આત્મા એક શ્વાસોચ્છવાસમાં જે કર્મ નિર્જરા કરે છે તેટલી અજ્ઞાની પૂર્વ ક્રોડવર્ષ સુધી ક્રિયાઓ કરવા છતા પણ કરી શકતાં નથી. માટે આ પાંચ જ્ઞાનની આપણો આત્મા ઉત્તમ પ્રકારની આરાધના કરી, અપૂર્વકોટિનો જ્ઞાની બની, અષ્ટકર્મનો નાશ કરી, ચિદાનંદ સ્વરુપને પ્રામ કરી મોક્ષ સુખને પ્રાપ્ત કરે એ જ અભિલાષા....
૮. ચારિત્ર પદ
આત્માને મોક્ષ પામવાનું જો કોઈ અનન્ય કારણ હોય તો તે ચારિત્ર છે. ચારિત્ર એટસે આત્માની અંદર મળેલા કર્મના જથ્થાનો નાશ કરનારી પ્રક્યિા તે ચારિત્ર છે. ચારિત્ર બે પ્રકારે છે. સર્વવિરતિ ૨૫ અને દેશવિરતિ ૩પ. સર્વવિરતિ ચારિત્ર પાંચ મહાવ્રત રુપ હોય છે. દેશ વિરતિ શ્રાવકનાં સમ્યકત્વ મૂળ બાર વ્રત રુપ હોય છે. સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન પણ ત્યારે જ આત્માને સંસારથી
13