________________
સંસારની દરેક પ્રવૃત્તિ તે આત્મા અંતરથી દૂર રહીને જ કરે છે. જેમ ધાવમાતા પોતાનાં બાળક કરતાં બીજાના બાળકને વધારે સાચવે પણ પોતાનો પ્રેમ તો પોતાના બાળક પર જ હોય છે. સમ્યગદષ્ટિ આત્માને વિરતિ વિરતિધર આત્માઓ પ્રત્યે અપૂર્વ કોટિનું બહુમાન હોય છે. ક્ષાયિક સમકિતની સાદિ અનંતકાળની સ્થિતિ છે. અને ઉપશમ સમકિતનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે. ક્ષયોપશમ સમકિતની સાધિક સ્થિતી ૬૬ સાગરોપમ કાળની છે. અને ઉપશમ સમકિતનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે આવા ઉચ્ચ કોટિનાં સમ્યકત્વની રક્ષા માટે આત્માએ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરધર્મની પ્રશંસા, પરધર્મીનો પરિચય વગેરે દોષો ત્યાગ કરવો જોઈએ, અને એની પુષ્ટિ માટે એનાં જે આઠ આચારો નિઃશંકત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ આચારનાં પાલનમાં ઉજમાળ રહેવાથી આત્માનું સમ્યગદર્શન સુવિશુધ્ધ રહે છે. એ સમ્યકત્વનો દિપક આપણા આત્માની અંદર પ્રગટાવી અનાદિકાળનો મિથ્યાત્વનો અંધકાર દૂર કરી શાશ્વત સુખનાં ભાગીદાર બનીએ એ જ અભિલાષા....
૭. જ્ઞાન પદ શ્રી જૈનદર્શનમાં આત્માની અંદર અનંત ગુણો માનવામાં આવ્યા છે. તેમાં પણ જ્ઞાનગુણ મુખ્ય છે. કારણ કે જ્ઞાન જે આત્મામાં હોય તો જ સમ્યકત્વ સ્થિર અને નિરતિચારપણે પળાય છે, અને ચારિત્ર વિશુધ્ધ અને ચઢતા ભાવે આરાધાય છે. જ્ઞાનથી જ આત્મા ત્યાગ વૈરાગ્યની પરિણતિ વધારી શકે છે. કારણ કે જ્ઞાનથી જ આત્માને જગતના સમસ્ત પદાર્થો એનાં મૂળરુપે જણાય છે. જ્ઞાન આત્માને સંસાર સાગરથી પાર ઉતારવા માટે સાચા માર્ગદર્શકની ગરજ સારે છે. જો આત્મામાં જ્ઞાન ન હોય તો આવેલા સમ્યકત્વને જતાં વાર લાગતી નથી અને ચારિત્ર પણ નાશ પામે છે. એ જ્ઞાનને પ્રાપ્ત કરવા અને સ્થિર કરવા માટે જ્ઞાની ભગવંતોએ વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા રુપ પાંચ પ્રકારનો સ્વાધ્યાય બતાવ્યો છે. જેના દ્વારા આત્મા જ્ઞાનને પોતાની અંદર પરિણમાવી શકે છે. જ્ઞાન પરિણત થયા પછી કોઈપણ સંયોગો, પદાર્થો કે પ્રસંગો આત્માને પોતાની સમાધિમાંથી દૂર થવા દેતાં નથી. આત્મા સત્ય પણ પણ ત્યારે જ બોલી શકે જ્યારે તે જ્ઞાની હોય, આત્મા અચોર્યભાવ ત્યારે
(11)