________________
આત્મામાં પ્રગટ થાય છે, દર્શન મોહનીય કર્મનાં ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ વગેરેનાં આધારે સમ્યકત્વનાં ભેદો પડે છે. ક્ષાયિક સમ્યકત્વ કે જે દર્શનમોહનીયની ૩ અને અનંતાનુબંધીની જ પ્રકૃતિનાં ક્ષયથી ઉત્પન્ન થાય છે. ક્ષયોપશમ સમ્યકત્વ જે દર્શન મોહનીય ઉદયમાં આવે તેનો ક્ષય અને ઉદયમાં નથી તેનો ઉપશમ કરવાથી પ્રાપ્ત થાય છે. ઉપશમ સમ્યત્વ દર્શન સમકનાં ઉપશમથી આત્માને પ્રાપ્ત થાય છે. ક્ષાયિક સમકિત જીવને પ્રાપ્ત થયા પછી કદી પણ પાછું જતું નથી. ક્ષયોપશમ જીવને અસંખ્યવાર પ્રાપ્ત થાય છે. ઉપશમ સમકિત જીવને આ સંસારચક્રમાં પાંચ વાર પ્રાપ્ત થાય છે. તેમાં પ્રથમ સમ્યત્વ પ્રાણી સમયે અને ચાર વાર ઉપશમ શ્રેણીમાં પ્રાપ્ત થાય છે. આ સમ્યગદર્શન આત્મામાં પ્રાપ્ત થયું છે કે નહીં તે જાણવા માટે જ્ઞાની ભગવંતોએ ૬૭ ભેદો બતાવ્યા છે. જે આત્મામાં જોવાથી સમ્યકત્વની ખવર પડે છે. તે સમ્યકત્વનાં પાંચ લક્ષણ બતાવ્યા છે.. ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણ છે. ઉપશમ :- દર્શન મોહનીયનો ઉપશમ અને અનંતાનુબંધી કષાયનો ઉપશમ
અંગીકાર કરવો તે.. સંવેગ :- મોક્ષની તીવ્ર ઈચ્છા તે... નિર્વેગ :- ચારગતિ રુપ સંસારના જે કાંઈ સુખો છે તે દુઃખરૂપ લાગે અને
તે દુઃખોથી છૂટવાની તીવ્ર ઉત્કંઠા તો અનુકંપા :- સંસારનાં દુઃખી આત્માઓ ઉપર દ્રવ્ય અને ભાવ કરુણા તે... આસ્તિય :- આત્મા છે, તે નિત્ય જ છે, કર્મ નો કર્તા છે, તે કર્મનો ભોકતા
છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે આ વસ્તુઓ જે માનતા હોય
તે આસ્તિક્ય.... આત્મા સમ્યકત્વ અવસ્થામાં જો મૃત્યુ પામે અને પૂર્વમાં આયુષ્ય ન બાંધ્યું હોય તો તે નિયમા દેવગતિમાં જ જાય અને તેમાં પણ વૈમાનિક દેવ થાય છે. તે આત્મા દેવલોકનાં સુખોથી મુંઝાતો નથી..
નરકગતિમાં હોય તો તેનાં દુઃખોથી આકુળ-વ્યાકુલ થતો નથી. એ આત્માને સંસારમાં રહેવું પડે તો એવી રીતે રહે કે જેમ જેલમાં કેદી રહો હોય તેમ જ રહે છે.
(10)